GujaratRajkotSaurashtra

રાજકોટ: સાસુના ત્રાસથી કંટાળેલ પરિણીતાએ ભર્યું એવું પગલું કે…

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણીતાએ પોતાની 85 વર્ષની સાસુના ત્રાસથી કંટાળીને અગ્નિસ્નાન કર્યું હોવાની ઘટના સામે આવી છે. અગ્નિસ્નાન કરનાર પરિણીતા ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે અને હાલ તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ તત્કાલિક અસરથી રાજકોટ સિવિલ ખાતે પહોચી હતી. અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

સમગ્ર બાબત અંગે અગ્નિસ્નાન કરનાર પરણીતાના પતિ સુરેશભાઈએ પત્રકારોને સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમના પત્ની જીતુબેન ગોહિલ અને તેમના 85 વર્ષના વયોવૃદ્ધ માતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને તેને કારણે તેમની પત્નીએ બપોરના સમયે જ્યારે કોઈ ઘરે ન હતું ત્યારે એકલતાનો લાભ ઉઠાવીને જીતુબેન ગોહિલે અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

સમગ્ર મામલે પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે, આત્મહત્યાનો પ્રયાસ કરનાર જીતુબેન ગોહિલ તેમના પતિ અને 85 વર્ષના વયોવૃદ્ધ સાસુ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રીનગર સોસાયટીમાં રહે છે. ઉલ્લેખનીય છે કે જીતુબેન ગોહિલના પતિ સુરેશભાઈ રિક્ષાચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ઘરમાં સાસુ વહુને અણબનાવ થતા ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારે સાસુએ જીતુબેન ગોહિલને અણગમતું કહેતા તેમને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.