×
Advertisement
GujaratIndiaNews

રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આપી ચેતવણી, જાણો ઠંડીનો પારો ક્યાંથી ક્યાં જઈ શકે છે

હવામાન વિભાગની આગામી મુજબ રાજ્યમાં અમદાવાદ સહિત ઘણા વિસ્તારોમાં આગામી બે દિવસ કોલ્ડ વેવની અસર રહેશે,જેથી રાજ્યમાં ફરી એકવાર હાથ થિજવતી ઠંડી પડશે.માહિતી અનુસાર રાજ્યનું સૌથી ઓછું તાપમાન ૯ ડિગ્રી નોંધાયું હતું.

સવારથી જ અમદાવાદ સહિત આજુબાજુના વિસ્તારોમાં સવારે ભારે ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી.અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયું છે.આ સિવાય રાજ્યના અન્ય મોટાભાગના શહેરોનું તાપમાન ૧૦ થી ૧૫ ડિગ્રીની વચ્ચે રહ્યું છે. હજુ પણ આગામી ૨ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો ઘટાડો નોંધાશે.સાથે આગામી ત્રણ દિવસ કોલ્ડ વેવ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજયમાં અમદાવાદ સહિત ગાંધીનગર,સાબરકાંઠા,બનાસકાંઠા,પાટણ અને મહેસાણા સહિત સૌરાષ્ટ્રમાં ભાવનગર,પોરબંદર,રાજકોટ,સુરેન્દ્રનગર,જૂનાગઢ અને કચ્છમાં ઠંડી અનુભવાશે.વધુ જણાવ્યુ કે વધુ પડતી ઠંડીના કારણે બીમાર થઈ શકાય છે માટે ગરમ કપડા પહેરો અને કોરોનાથી સાવચેત રહેવાની અપીલ કરાઇ છે.