India

ત્રણ વર્ષના માસૂમ સબંધને રમત રમતમાં વાગી ગોળી, સંબંધની દાદીએ બનાવી દીધી કહાની, આ રીતે ખુલ્યું ચોંકાવનારું રહસ્ય

દિલ્હી માંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. જો કે આ ઘટનામાં ઉત્તર દિલ્હીના સરાય રોહિલ્લા વિસ્તારમાં રમત રમતમાં એક મહિલાથી ગોળી નીકળી ગઈ હતી અને આ ગોળી સીધી જ ત્યાં હાજર ત્રણ વર્ષના બાળકને જઈને વાગી ગઈ હતી. ત્યારે આ માસુમ બાળકને ખભામાં ગોળી વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. જો કે આ ઘટના બાદ માસૂમના સંબંધની દાદીએ કહાની બનાવીને તેની વહુને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની તપાસમાં બધું સત્ય સામે આવી ગયું હતું.

પોલીસે કહાની બનાવનાર મહિલા નીલમ (47) અને તેની વહુ સવિના (19) ની ધરપકડ કરી લીધી છે અને સાથે સાથે આ ગુનામાં વપરાયેલી બંધૂક અને લોહીના ડાઘાવાળી ચાદર કબજે કરી લીધી છે. પોલીસ આ કેસમાં નીલમના બે પુત્રો હિમાંશુ અને પ્રિયરંજનની શોધી કરી રહી છે. આ ઘટનામાં ઘાયલ થયેલો ત્રણ વર્ષનો માસૂમ નીલમની બહેનનો પૌત્ર છે. પોલીસ આ સમગ્ર મામલે આરોપીની પૂછપરછ કરીને તપાસ કરી રહી છે.

ઉત્તરી જિલ્લાના ડેપ્યુટી કમિશનર સાગર સિંહ કલસીએ જણાવ્યું છે કે શુક્રવારે રાતે લગભગ 1.00 વાગ્યે પોલીસને સરાય રોહિલ્લા પોલીસ સ્ટેશનના કરોલ બાગમાં આવેલ જીવન માલા હોસ્પિટલમાંથી માહિતી મળી કે ત્રણ વર્ષના માસૂમ બાળકને બાઇક પર સવાર યુવકોએ ગોળી મારી દીધી છે.

આ સૂચના મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી. ત્યાં પોલીસને ઈજાગ્રસ્ત હાલતમાં માસૂમ બાળક જોવા મળ્યું. તેની સાથે બાળકના સંબંધની દાદી નીલમ પણ આવી હતી. તેણે કહ્યું કે માસૂમ તેની બહેનનો પૌત્ર છે. વાસ્તવમાં આ બાળકના પિતા એક કેસમાં જેલમાં બંધ છે અને તેની માતા તેને છોડીને ચાલી ગઈ છે.

બાળક તેના પરિવાર સાથે જ રહે છે. શુક્રવારે નીલમ તેની બહેન લક્ષ્મી સાથે રહેવાના ઈરાદાથી તેના ઘર થાન સિંહ નગર, આનંદ પર્વતથી બહેનના ઘરે શાસ્ત્રીનગર ગઈ હતી. તેની સાથે બહેનનો પૌત્ર પણ હતો. પરંતુ બાળકનું દિલ ન લાગતાં તે 12.30 વાગે ત્યાંથી પગપાળા ચાલતા જ તેના ઘરે જવા માટે નીકળી ગઈ.

મોડી રાત્રે પરત ફરતી વખતે સરાય રોહિલ્લા ફ્લાયઓવર પર બાઇક પર આવેલા બે યુવકોએ તેના પર ગોળીબાર કરી દીધો. અને ગોળી તેને ન વાગતા આ 3 વર્ષના બાળકને વાગી ગઈ હતી. ફોન મહિલાના પુત્ર પ્રિયરંજને કર્યો હતો. સરાય રોહિલ્લા પોલીસે પીડિતાના નિવેદન પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

આ સમગ્ર મામલે તપાસ દરમિયાન પોલીસે નીલમની બહેન લક્ષ્મીને બહેનની આવવાની વાત પૂછી તો તેને ના પાડી દીધી હતી. આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી પણ પોલીસને એવો કોઈ પુરાવો ન મળ્યો જેનાથી ખબર પડે કે નીલમ તેની બહેનના ઘરે ગઈ હતી. શક થતા પોલીસે નીલમને કડકતાઈથી પૂછ્યું, ત્યારે તેને આ સમગ્ર મામલે બધું સત્ય સ્વીકારી લીધું હતું. તેને જણાવ્યું કે હકીકતમાં તેના નાના પુત્રની વહુ સવિના ઘરમાં રાખેલા ગેરકાયદેસર હથિયાર સાથે છેડછાડ કરી રહી હતી. અને આ દરમિયાન જ ગોળી નીકળી ગઈ હતી અને આ માસૂમ બાળકને ખભા પર વાગી ગઈ હતી.

આ લોકોએ સાથે મળીને ઘટનાની કહાની બનાવીને તેના વિરોધી લોકો પર ગોળી ચલાવવાનો આરોપ લગાવી દીધો હતો. જો કે પોલીસે નીલમ ઉપરાંત ગોળી ચલાવનાર તેની વહુ સવિનાની પણ ધરપકડ કરી લીધી છે. આ કાવતરામાં સામેલ તેના પુત્રો પ્રિયરંજન અને પ્રિયાંશુની શોધ કરવામાં આવી રહી છે. પોલીસે તેમના નિશાનદેહી પર ગેરકાયદેસર હથિયારો રેલ્વે લાઇન નજીકથી કબજે કરી લીધા છે.