CongressIndiaPolitics

વેબસીરીઝ ‘મસ્તરામ’ થી લોકોને પોતાના દીવાના બનાવનાર રાની ચેટર્જીની કોંગ્રેસમાં એન્ટ્રી

યુપી વિધાનસભાની ચૂંટણીને લઈને પડઘમ વાગી ચુક્યા છે. એવામાં આજે કોંગ્રેસ પાર્ટી થી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા થોડા દિવસો પહેલા પ્રિયંકા ગાંધીની રાની ચેટર્જી સાથેની તસ્વીર વાયરલ થઈ હતી. ત્યારબાદ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, રાની ચેટર્જી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જ્યારે હવે તેવા જ સમાચાર સામે આવ્યા છે.

કોંગ્રેસમાં રાની ચેટર્જી ની એન્ટ્રી થઈ ગઈ છે. તેને કોંગ્રેસ તરફથી ટીકીટ મળી ગઈ છે. તે ચૂંટણી લડશે નહીં પરંતુ તેને બ્રાન્ડ એમ્બેસેડર કોંગ્રેસમાં એન્ટ્રી આપવામાં આવી છે. રાની ચેટર્જી દ્વારા આ મામલામાં પોસ્ટ કરી જાણકારી આપવામાં આવી છે કે, તે યુપીમાં કોંગ્રેસ પ્રચાર કરવા ઉતરશે.

રાની ચેટર્જી દ્વારા કહેવામાં આવ્યું છે કે, હું ચાહકોને જણાવી દઉં કે હું ચૂંટણી લડવાની નથી. તેના સિવાય તેણે જણાવ્યું છે કે, પ્રિયંકા જીના અભિયાનમાં ‘હું લડકી હું લડ શકતી હું’ ની સાથે જોડાઈ એક નવો અધ્યાય શરુ કરવા જઈ રહી છું.જ્યારે રાની ચેટર્જી ની વાત કરીએ તો તે એડલ્ટ કન્ટેન્ટની મસ્તરામ વેબ સિરીઝમાં જોવા મળી હતી. આ વેબ સીરીઝમાં ચણાવાળીનો બોલ્ડ રોલ કર્યો હતો. આ રોલ બાદ તે ઘણી પ્રખ્યાત પણ થઈ ગઈ હતી. જ્યારે હવે તે કોંગ્રેસમાં પ્રચાર કરવા જોડાઈ રહી છે.

તેની સાથે તેને જણાવ્યું છે કે, “પ્રિયંકાજી દ્વારા મહિલાઓ માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, તેના લીધે હું તેમનાથી ઘણી પ્રભાવિત પણ થઈ છું.” તેમના દ્વારા આઠ લાખ મહિલાઓને નોકરી નું વચન પણ આપવામાં આવ્યું છે. આ વાત જાણી તેનાથી પ્રભાવિત થઈ છુ. જ્યારે હું કોંગ્રેસમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આ અભિયાન પ્રચારમાં જોડાઈ રહી છે.