Gujarat

છોટાપુરમાં જીલ્લા રિક્ષા અને ટેન્કર વચ્ચે થયો ભયંકર અકસ્માત, 10 મહિનાના બાળકના મોત સાથે 6 ઈજાગ્રસ્ત

છોટાપુર જીલ્લાથી ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે આ અકસ્માત ટેન્કર અને રિક્ષા વચ્ચે સર્જાયો છે. જેના લીધે 10 મહિનાના બાળકનું મોત થયું છે. છોટાપુર જીલ્લાના સંખેડા તાલુકાના મંગલભારતી ગામની નજીક આ ભયંકર અકસ્માત સજાર્યો હતો. તેની સાથે આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, તેમાં એક જ પરિવારના છ લોકો ભયંકર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે.

જેમાં ત્રણની હાલત ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે. જયારે બાળકના મોત સાથે શોકનું મોંજુ છવાઈ ગયું છે. તેની સાથે પોલીસ દ્વારા આ ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ ઘટનામાં જાણવા મળ્યું છે આ પરિવાર વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડામાં રહેતો હતો. આ પરિવાર એક લગ્ન પ્રંસગ માટે રિક્ષામાં બેસીને જઈ રહ્યો હતો.

તે દરમિયાન છોટાપુર જિલ્લાના સંખેડા તાલુકાના મંગલભારતી ગામ નજીક પરિવારનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટેન્કર દ્વારા ટક્કર મારવામાં આવતા 10 મહિનાના બાળક અબ્દુલ અહેમદનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે પરિવારના 6 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. 10 મહિના બાળકના મૃત્યુના કારણે રોડ પર શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. જ્યારે અકસ્માત સર્જી ટેન્કર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.

આ ઘટના સર્જાતા જ આજુબાજુના લોકો ઘટના સ્થળે મદદ માટે દોડી આવ્યા હતા. તેમના દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા ઇજાગ્રસ્તોને 108 મારફતે એમ્બ્યુલન્સ સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.