દુઃખદ ઘટના : અમરેલીમાં રાત્રે એવું તો શું બન્યું કે, ભાઈ-ભાભી અને નણંદ ત્રણેયે એકસાથે કૂવામાં પડતું મૂક્યું
રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટનાના અમરેલીથી સામે આવી છે. અમરેલીનાં લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઈની વાડીમાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવનાર પતિ-પત્નિ તેમજ મૃતક યુવકની બહેન દ્વારા કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતા જ અમરેલી ફાયર વિભાગની ટીમની ઘટનાસ્થળ પર તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણેય મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. તેની સાથે ઘટનાની જાણકારી મળતા પોલીસની સાથે અમરેલી સાંસદ નારણ કાછડીયા પણ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા.
આ ઘટનાને લઈને જાણકારી સામે આવી છે કે, ગુરૂવાર રાત્રીના શ્રમિકો વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ત્યાર બાદ ત્રણેય શ્રમિકો દ્વારા કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લેવામાં આવી હતી. ત્રણેય શ્રમિકો વચ્ચે ક્યા કારણોસર ઝઘડો થયો હતો તેને લઈને પોલીસ દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે પોલીસ દ્વારા તેમના પરિવારજનો અને આજુબાજુમાં કામ કરનાર લોકોથી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ મામલામાં અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લાલાવદર ગામની સીમમાં આવેલ કૂવામાંથી મૃતદેહ મળી આવતા આ મામલામાં તપાસ હાથ ધરી છે. હાલમાં શ્રમિક પરિવાર દ્વારા ક્યાં કારણોસર આત્મહત્યા કરવામાં આવી તે મામલે તેમના સગા-સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ ઘટનામાં મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા અને જાનુબેન અંતુરભાઈ દેવરખીયાનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.