GujaratJunagadhSaurashtra

સાંતલપુર એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ, ત્રણના મોત, એક સારવાર હેઠળ

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આવો જ એક બનાવ જૂનાગઢથી સામે આવ્યો છે. જૂનાગઢના એક જ પરિવારના ચાર સભ્યો દ્વારા ઝેરી દવા પીને સામુહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણના લોકો મૃત્યુ નીપજ્યા છે. જ્યારે એક હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.. ઘટનાની જાણકારી મળતા જ પોલીસની ટીમ હોસ્પિટલ આવીને આ મામલામાં કાર્યવાહી શરુ કરી હતી.

જાણકારી મુજબ, જૂનાગઢ-વંથલીના સાંતલપુર ગામમાં એક જ પરિવારના ચાર સભ્યો દ્વારા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતમાં જાણકારી સામે આવી છે કે, માતા-પિતા તેમજ દીકરા-દીકરી દ્વારા ઝેરી દવા પી લેવામાં આવી હતી. ઝેરી દવા પી લેતા માતા-પિતા તેમજ પુત્રનુ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે હાલમાં દીકરી સારવાર હેઠળ રહેલી છે.

તેમ છતાં આ ઘટનામાં આત્મહત્યા પાછળનું કોઈ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ પરિવારને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સારવાર માટે લઇ આવવામાં આવ્યો હતો. ત્યાં હાલમાં હેપી નામની દીકરી સારવાર હેઠળ રહેલી છે. જ્યારે તેના માતા-પિતા અને ભાઈનું ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનામાં વિકાસ દુધાત્રા, મીના દુધાત્રા અને મનન દુધાત્રા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે હેપ્પી દુધાત્રા સારવાર હેઠળ રહેલ છે. પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે