સાવરકુંડલા શહેરમાં બે મહિલાઓ પર એસિડ એટેક કરાયો, તેમાંથી એક મહિલાની હાલત ગંભીર
સાવરકુંડલા શહેરમાં બે મહિલા પર પિતા-પુત્ર દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હોવાની ઘટના સામે છે. જેના લીધે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. તેમાં જાણવા મળ્યું છે કે, પિતા-પુત્ર દ્વારા બાઈક પર આવી બે મહિલા પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. એસિડ એટેક કર્યા બાદ પિતા-પુત્ર ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે બંને મહિલાઓ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યારે પોલીસે આરોપીઓની શોધ શરુ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સાવરકુંડલા શહેરના આસોપાલવ વિસ્તારમાં રહેનાર બે મહિલાઓની વાત કરીએ તો તે હોસ્પિટલમાં સ્વાસ્થ્ય ચેકઅપ કરાવવા માટે ગઈ હતી. તેમાં એ પણ જાણવા મળ્યું છે આ બે મહિલામાંથી એક મહિલા ગર્ભવતી પણ હતી. બંને મહિલાઓ મોડી સાંજના મેડિકલ ચેકઅપ કરાવીને બહાર નીકળી તે સમયે બે વ્યક્તિઓ આ બંને મહિલા સામે આવી ગયા હતા અને તેમને બે મહિલાઓ પર એસીડ એટેક કર્યો હતો. જ્યારે આ ઘટના બાદ બંને મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેની સાથે જાણકારી સામે આવી છે કે આ બે મહિલાઓની હાલત ગંભીર છે
તેની સાથે આ ઘટનામાં ભોગ બનનાર ગર્ભવતી મહિલા કાજલબેને જણાવ્યું છે કે, નણંદ-ભોજાઈ અમે બંને આ હુમલાનો ભોગ બન્યા છે અને હુમલો કરનાર બંને શખ્સોને આકરામાં આકરી સજા થવી જોઈએ. જ્યારે આ ઘટના બનતા એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતમાં હજુ પણ એસીડ ખરીદવામાં આવી રહ્યો છે અને આ રીતના કિસ્સાઓ પણ બની રહ્યા છે. પોલીસ દ્વારા આ ઘટનાને લઈને આજુબાજુમાં રહેલા સીસીટીવીની ચકાસીને તપાસ હાથ ધરવામાં આવી છે.