શાળા-કોલેજોને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, સરકાર દ્વારા તેને લઈને લેવામાં આવ્યો સૌથી મોટો નિર્ણય
ગુજરાતમાં સતત કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે તે એક રાહતની વાત છે. કેમ કે છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં 20 હજારથી વધુ કેસ આવી રહ્યા હતા તે હવે બે હજારની અંદર આવી ગયા છે. તે રાહતની વાત છે. જ્યારે હવે કોરોનાના કેસ ઘટતા સરકાર દ્વારા શિક્ષણને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વધતા ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી.
પરંતુ કોરોનાનો કહેર ઘટતા શાળાઓને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શરૂ કરવામાં આવી હતી. એવામાં હવે રાજ્ય સરકાર દ્વારા કોરોના કહેર ઘટતા હવે ઓફલાઈન શિક્ષણને જ મહત્વમાં આપવામાં આવશે. સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે તમામ શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે. જ્યારે છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં રહેલી શાળાઓને ફરી શરૂ કરવા માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ તથા વિદ્યાર્થીઓના હિતને જોતા તમામ પ્રકારની શાળા-કોલેજોને ઓફલાઈન શિક્ષણ આપવા માટે પરવાનગી આપવામાં આવી છે.
તેની સાથે હવે 21 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. જયારે શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ બંધ કરવામાં આવશે. એવામાં હવે તમામ પ્રકારનું ઓનલાઇન શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવશે. તેનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે બાળકોને મોબાઈલથી છુટકારો મળવાની સાથે શાળાઓમાં અભ્યાસ મળવા લાગશે.