સ્કૂલમાં કોઈ બાળક ભૂખ્યું ન રહે તે માટે પ્રિન્સિપાલની અનોખી સોચ, સ્કૂલ પરિસરમાં જ ઉગાડ્યા શાકભાજી
દેશમાં કોરોના મહામારી ને કારણે છેલ્લા દોઢ વર્ષથી શાળા અને કોલેજો બંધ રાખવામાં આવી હતી ત્યારે થોડા સમય પહેલા કોરોના કેસમાં ઘટાડો થતા શાળાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે ફરી એકવાર કોરોનાનો નવો વેરિયંટ ઓમીક્રોન આવ્યા બાદ કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.
હવે કોરોના કેસ બાળકોમાં પણ આવવાનું શરૂ થઇ ગયું છે, જે રાજ્યમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા અન્ય શહેરો માંથી બાળકોના કેસ સામે આવી ચુક્યા છે જેના કારણે આ શાળા બંધ કરવામાં આવી છે, ત્યારે ફરી એકવાર કોરોના કેસમાં વધારો થતા અને બાળકોમાં કેસ સામે આવતા વાલીઓ અને સંચાલકોમાં ચિતા થવા પામી છે. ત્યારે રાજ્યમાં આવા કોરોના મહામારીના સમય વચ્ચે એક સ્કૂલ પ્રિન્સિપાલની અનોખી વિચારસરણીની કામગીરી સામે આવી છે.
જો કે દેશમાં શાળાઓમાં ભણતા બાળકો માટે તેમને કુપોષણથી મુકત કરવા માટે તેમને શાળામાં ભોજન આપવામાં આવે છે, જે કોરોના મહામારીને કારણે ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ અહીં ડભોઈની એક સ્કૂલના વિધાર્થીઓ ભૂખ્યા રહ્યા નથી. જો કે આ બધું તે સ્કૂલના પ્રિન્સિપાલ નરેન્દ્ર ચૌહાણના કારણે શક્ય બન્યું હતું. જો કે આ સ્કૂલના પ્રિન્સિપાલે શાળા પરિસરમાં શાકભાજી ઉગાડ્યા હતા અને આ બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તેની ખાતરી કરી હતી.
દેશમાં લોકડાઉનને કારણે સ્કૂલના વિધાર્થીઓના વાલીઓના બધા કામ ધંધા બંધ થઇ ગયા હતા. જેના કારણે ભાગ્યે જ કોઈ વાલીઓને આવક થતી હતી. જો કે, આ વાલીઓના બાળકો માંથી કોઈપણ બાળક ભૂખ્યું રહ્યું ન હતું. કારણ કે તેમના માટે મારી પત્ની અને હું સ્કૂલના જ મેદાનમાં નિયમિત રીતે શાકભાજી ઉગાડતા હતા. અને આ બાળકોને ભોજન પૂરું પાડવામાં આવતું હતું. અને આ બધું શાકભાજી અમે તેમને વિનામૂલ્યે પહોચાડ્યું હતું.
સ્કૂલ પ્રિન્સિપાલ હાલમાં સ્કૂલની આસપાસની એક વીઘા જમીનમાં આજે તેઓ મેથી, પાલક, ગાજર, રિંગણ, ટામેટા, મરચા, ફુલકોબી, દૂધી, વટાણા સહિતના અનેક પ્રકારના શાકભાજી ઉગાડે છે. અને આ ઉપરાંત સ્કુલમાં વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ તેમજ બગીચાની જાળવણીમાં મદદ કરવા માટે તાલીમ પણ આપવામાં આવી રહી છે.
જો કે અમારી આ કામગીરીથી વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા માટે એક મોટું પ્રોત્સાહન આપ્યું છે. ત્યારે આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, અમે વિધાર્થીઓમાં ખાતરી કરી કે અમારો કોઈ પણ બાળક સ્કૂલ ન છોડી દે. જો કે અમારો ક્લાસરૂમ ફરીથી ભરાઈ ગયો હોવાનું જણાવ્યું હતું. છેલ્લા 20 વર્ષમાં, આ સ્કૂલમાં શિક્ષણની સાથે-સાથે 1 હજારથી વધુ વિદ્યાર્થીઓને પૌષ્ટિક ખોરાક આપવામાં આવ્યો છે.