વડોદરામાં વૃદ્ધાની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, પુત્રએ જ માતાની હત્યા કર્યાની કબૂલાત કરી
વડોદરા શહેરથી હત્યાનો મામલો સામે આવ્યો છે. વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગઈ કાલના પુત્ર દ્વારા વૃદ્ધ માતાની હત્યા કરી નાખવામાં આવી ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પુત્ર અને માતા વારસિયામાં દુકાન ચલાવી રહ્યા હતા. તેની સાથે ઘરમાં અવારનવાર ઝઘડાના લીધે પુત્ર દ્વારા ગુસ્સામાં આવી માતાને ગડદાપાટુનો ઢોર માર મારવામાં આવ્યો હતો. તેના લીધે વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં 70 વર્ષીય વૃદ્ધ ના પીએમની કાર્યવાહી કર્યા બાદ દિલ્હીથી આવેલા પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો અને ત્યાર બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
તેમ છતાં આ ઘટનાને લઈને પોલીસ દ્વારા ગણતરીના સમયમાં જ આરોપી પુત્રને ઝડપી પાડવામાં આવ્યો હતો. પુત્રની ઘરમાં કોઈના કોઈ કારણોસર માતા સાથે ઝઘડો થતો રહેતો હતી. પુત્ર દ્વારા ગુસ્સામાં આવી માતાનું માથું દીવાલ સાથ અથડાવવાની સાથે લોખંડના સળિયા વડે માથાના ભાગમાં ઈજા પહોંચાડી ઢોર મારવામાં આવ્યો હતો. તેના લીધે વૃદ્ધ માતાનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું.
જાણકારી મુજબ, વારસિયા વિસ્તારમાં આવેલા રાધેશ્યામ પાર્ક સોસાયટીમાં રહેનાર આધેડ વયની મહિલાની હત્યા ના બનાવમાં આરોપી પુત્ર હિમાંશુ કૃષ્ણમોહન અરોરાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેની સાથે પુત્રની ધરપકડ થતા માતા અને પુત્ર જે ઓમ સાઈ રામ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન ચલાવી રહ્યા હતા. તેને હવે કોઈ ચલાવનાર રહેલ નથી. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા એફએસએલની મદદ લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ મામલામાં વારસિયા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પુત્રની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. આ વૃદ્ધાની હત્યાને લઇ પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજની મદદથી મહત્વના પુરાવા મેળવી એફએસએલની મદદથી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે વૃદ્ધા નો પરિવાર દિલ્હીનો હોવાના લીધે આજે પીએમની કાર્યવાહી બાદ મૃતદેહ સોંપાયો હતો. આ મામલામાં પોલીસ દ્વારા આરોપી પુત્ર સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.