વોશિંગ્ટનમાં ડિનર સમયે અંધાધૂધ ફાયરિંગ, ટેબલ નીચે સંતાયા ટ્રમ્પ, 7 રાઉન્ડ ફાયરિંગ થયું
અમેરિકાની રાજધાની Washington, D.C.માં યોજાયેલા વાર્ષિક White House Correspondents’ Dinner દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો હતો. શનિવારે સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump, તેમની પત્ની Melania Trump અને ઉપરાષ્ટ્રપતિ JD Vance સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ હુમલાખોરે હોટલના બોલરૂમની બહાર ગોળીબાર કર્યો હતો, જ્યારે ટ્રમ્પ અને અન્ય મહેમાનો અંદર હાજર હતા. બાદમાં ટ્રમ્પે જણાવ્યું કે હુમલાખોરને ઝડપાઈ ગયો છે, જોકે શરૂઆતમાં તેને ઠાર મારવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
ઘટના બાદ લગભગ દોઢ કલાકે ટ્રમ્પે મીડિયા સામે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ હુમલો અમેરિકાના બંધારણ પર સીધી અસર કરનાર છે. સાથે જ United States Secret Serviceના જવાનોની બહાદુરીની પ્રશંસા કરતાં કહ્યું કે તેમની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી. ગોળી વાગેલા એક અધિકારી સુરક્ષિત હોવાનું પણ તેમણે જણાવ્યું, કારણ કે તેણે બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હતું. હુમલાખોર પાસે આધુનિક અને શક્તિશાળી હથિયાર હોવાનું પણ સામે આવ્યું છે.
આ ઘટનાને લઈ ભારતના વડાપ્રધાન Narendra Modiએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને ઉપરાષ્ટ્રપતિ સહિત તમામ લોકો સુરક્ષિત હોવાનો આનંદ છે. સાથે જ તેમણે કહ્યું કે લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી અને તેની કડક નિંદા થવી જોઈએ.
આ વચ્ચે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે વોશિંગ્ટનમાં આજની સાંજ અત્યંત તણાવભરી રહી. તેમણે સુરક્ષા એજન્સીઓ અને કાયદો અમલ કરનારી સંસ્થાઓના ઝડપી અને અસરકારક પ્રતિસાદની પ્રશંસા કરી અને જણાવ્યું કે હુમલાખોરને કાબૂમાં લેવામાં આવ્યો છે. ટ્રમ્પે એ પણ જણાવ્યું કે તેમણે કાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.