International

રણ માટે પ્રખ્યાત સાઉદી અરેબિયામાં હિમવર્ષાથી લોકોને આંચકો લાગ્યો,જુઓ ફોટો

સાઉદી અરેબિયાનું નામ સાંભળીને લોકો દૂરના રણ અને ઊંટોની યાદ જ આવી જાય પરંતુ હવે ટ્વિટર પર વાયરલ થઈ રહેલી તસવીરો જોઈને તમે કદાચ ચોંકી જશો.સાઉદી અરેબિયાની વિશાળ ભૂમિ પર બધું છે. આધુનિક શહેરો પણ અહીં વસવાટ કરે છે અને ત્યાં દૂર-દૂર સુધી રેતી પણ ફેલાયેલી છે. ત્યાં તેલના ભંડાર તેમજ પર્વતો છે. જો કે, એક વસ્તુ જે લોકોને આશ્ચર્યમાં મૂકે છે તે એ છે કે સાઉદી અરેબિયામાં બરફવર્ષા થઈ રહી છે.

સાઉદી અરેબિયાના તબુક પ્રાંતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી હિમવર્ષા થઈ રહી છે અને સોશિયલ મીડિયામાં પણ તેની ઘણી તસવીરો લોકો શેર કરી રહ્યાં છે. જોર્ડન પણ દેશના ઉત્તરપશ્ચિમ ક્ષેત્રમાં સ્થિત તબુક પ્રાંતની સરહદ ધરાવે છે.

તાબુકમાં પુષ્કળ કુદરતી સૌંદર્ય છે. વિશાળ પર્વતો, લાલ સમુદ્ર અને ઐતિહાસિક વારસો આ સ્થાનને અત્યંત વિશેષ બનાવે છે. તાબુક હિમવર્ષાએ આખા સાઉદી અરેબિયાને કબજે કરી લીધું છે.

એક વર્ષમાં તાબુકમાં બીજી વખત બરફ પડ્યો છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ તાબુક બરફવર્ષાથી ઢંકાઈ ગયું હતું.બરફવર્ષાની તસવીરો શેર કરતી વખતે, સાઉદી અરેબિયાના કેટલાક લોકોએ  લખ્યું છે કે આપણા દેશની ઓળખ ફક્ત વિશાળ રણ, ગરમી અને શહેરો દ્વારા જ થવી જોઈએ નહીં, પરંતુ સાઉદીના આ દેખાવ વિશે વિશ્વને પણ જાણવું જોઈએ.

તબુકનાં લોકો તેમની કાર પાર્ક કરીને બર્ફવર્ષાની મજા લઈ રહ્યા છે અને તસવીરો લઇ રહયા છે.