IndiaNewsRajasthan

ધોરણ 10 ના ઓનલાઈન ક્લાસ દરમિયાન શિક્ષકે પોર્ન ફિલ્મની લિંક ગ્રુપમાં શેર કરી, ઘણા બાળકોએ તો…..

નમસ્કાર મિત્રો,રાજસ્થાનના ઉદયપુરની સરદારપુરા સેન્ટ પોલ સ્કૂલમાં ધોરણ 10 ના ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા હતા,રાબેતા મુજબ સવારે 8:30 વાગ્યે શિક્ષકો શાળાની એપ પર લિંક મૂકી રહ્યા હતા.એ સમયે શિક્ષકે પોર્ન ફિલ્મની લિંક ગ્રુપમાં શેર કરી.સર્વર ડાઉન હોવાને કારણે લગભગ એક કલાક સુધી લિંક ત્યાં જ અટકી રહી.

આ દરમિયાન ઘણા બાળકોએ ત્યાં લિંક ખોલી હતી,ધીમે-ધીમે મામલો શાળા પ્રશાસન સુધી પહોંચ્યો હતો.શિક્ષકે મોકલેલી લિંક ખોલીને બાળકોએ ચેક પણ કર્યું,તો તે પોર્ન ફિલ્મનું URL હતું.ઘણા બાળકોએ તેમના પરિવારજનોને માહિતી આપી.આ પછી વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ અને ટીચરને ફોન કરીને જણાવ્યું.

આ કૃત્ય માટે વાલીઓએ શાળાના આચાર્ય અને શિક્ષકને સતત ઠપકો આપ્યો હતો.શાળાના શિક્ષકે પણ તેને માનવીય ભૂલ ગણાવીને પરિવારની વારંવાર માફી માંગી હતી.

હાલમાં મામલાની વધતી જતી ગંભીરતાને જોતા શાળાના મેનેજમેન્ટે એક કમિટીની રચના કરી છે જે તપાસ કરશે કે શિક્ષકે જાણી જોઈને આ કર્યું છે કે ભૂલથી વિદ્યાર્થીઓને લિંક મોકલી દેવામાં આવી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે