SaurashtraGujaratJunagadh

જુનાગઢમાં રખડતા ઢોરનો આતંક, યુવાનને રગદોળ્યો-શિંગડે ભરાવ્યો અને બચકાં પણ ભર્યા

રાજ્યમાં રખડતા ઢોરોનો આતંક યથાવત રહેલો છે. તેને લઈને અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. જ્યારે આજે જૂનાગઢમાંથી આવી જ એક બાબત સામે આવી છે. રખડતા ઢોર દ્વારા એક યુવકને ફંગોળીને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેની સાથે આ સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમ છતાં સ્થાનિક લોકો દ્વારા યુવકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, જૂનાગઢ શહેરના ખાડિયા વિસ્તારમાં રખડતા ઢોર દ્વારા યુવક ને અડફેટે લેવામ આવ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરા માં કેદ થઇ ગઈ હતી. તેની સાથે સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, બે યુવાનો રસ્તા પર જઈ રહ્યા હતા તે સમયે અચાનક રખડતા ઢોર દ્વારા તેના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. બે યુવાનો માંથી એક યુવાન પર ઢોર દ્વારા અડફેટે લેવામાં આવ્યો હતો. ઢોર દ્વારા અનેક મીનીટો સુધી યુવાનને રગદોળવા માં આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા માંડ-માંડ યુવકને રખડતા ઢોરથી બચાવવામાં આવ્યો હતો. રખડતા ઢોર દ્વારા હુમલો કરવાના લીધે યુવાનને ભારે ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકો દ્વારા સારવાર માટે યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ મામલામાં હોસ્પિટલમાં સારવાર ઇજાગ્રસ્ત યુવક સંજય મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખાડિયા વિસ્તારમાં હું મારા મિત્રને મળવા માટે જઈ રહ્યો હતો તે સમયે અચાનક રખડતા ઢોર દ્વારા રા પર હુમલો કરવામાં આવ્યો હતો અને મને પેટ અને શરીરના ભાગમાં શિંગડાં અને બચકાં ભરવામાં આવ્યા હતાં. આ રખડતા ઢોર દ્વારા મને મારા શરીરમાં શિંગડાં ભરાવી ઈજા પહોંચાડવામાં આવી હતી. રખડતાં ઢોરને લઈને મહાનગરપાલિકા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. મારો જીવ આ રખડતા ઢોરના કારણે જતો રહ્યો હોત તો મારી માતા શું નું થાત.