BjpIndia

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની સલાહ: નોટ પર લક્ષ્મીનો ફોટો છાપો તો રૂપિયામાં સુધારો આવશે

ભારતીય જનતા પાર્ટી ના રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ડોલર સામે રૂપિયાના ઘટાડા અંગે એક વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે ભારતીય ચલણની સ્થિતિ સુધારવા માટે બેંકની નોટોમાં સંપત્તિની દેવી લક્ષ્મીની તસવીર છાપવાની હિમાયત કરી છે.મધ્યપ્રદેશના ખંડવામાં ભાષણ આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, તેઓ નોટ પર સંપત્તિની દેવી લક્ષ્મીની તસવીર છાપવાના પક્ષમાં છે.

ઈન્ડોનેશિયન ચલણ પર ભગવાન ગણેશની તસવીર છાપવાના સવાલ પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સવાલનો જવાબ આપી શકે છે. જોકે જ્યાં સુધી મારી વાત છે, હું આની તરફેણમાં છું. ભગવાન ગણેશ અવરોધો દૂર કરે છે. મારો કહેવાનો મતલબ છે કે નોટમાં સંપત્તિની દેવી લક્ષ્મીની તસવીર છાપવાથી ભારતીય ચલણની પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે. આ વિશે ખોયું લગાડવાની જરૂર નથી.

આ દરમિયાન ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે નાગરિકતા સુધારા કાયદામાં વાંધાજનક કંઈ નથી. આ માટે કોંગ્રેસ અને મહાત્મા ગાંધીએ ખુદ નાગરિકતા સુધારા અધિનિયમની અપીલ કરી હતી.

સ્વામીએ કહ્યું કે 2003 માં કોંગ્રેસના નેતા અને પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે પાકિસ્તાનની લઘુમતીઓને નાગરિકત્વ આપવાની અપીલ કરી હતી. અમે લાવ્યા છે. હવે કોંગ્રેસ આને સ્વીકારી રહી નથી અને કહી રહી છે કે અમે પાકિસ્તાનના મુસ્લિમો સાથે અન્યાય કર્યો છે. મારો સવાલ એ છે કે તેમાં ખોટું શું હતું? પાકિસ્તાનના મુસ્લિમો અહીં આવવા માંગતા નથી. અમે તેમને અહીં આવવા માટે દબાણ પણ કરી શકતા નથી.ભારતની ઝડપથી વધી રહેલી વસ્તી પર ચિંતા વ્યક્ત કરતા ભાજપ નેતાએ કહ્યું કે, જો આ રીતે વસ્તી વધતી રહેશે તો વર્ષ 2025 સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે અને ચીનને પાછળ છોડી દેશે.