GujaratSouth GujaratSurat

સુરત: દીકરાને બિલ્ડીંગ પર જતા જોઈને માતા પણ પાછળ દોડી આવી, માતાએ કહ્યું દીકરા આવું ન કર કહેતા કહેતા દીકરાએ છલાંગ લગાવી આપઘાત કરી લીધો

હાલમાં સમગ્ર દેશ સહીત દુનિયામાં કોરોના મહામારીએ લોકોની ચિતામાં વધારો કરી દીધો છે જેના કારણે મોટા ભાગના લોકો પર ડિપ્રેશન ઘેરી વળ્યું છે. ત્યારે આ ડિપ્રેશન સાથે લોકોની જીવનશૈલી પણ બદલાઈ ગઈ છે. આ ઉપરાંત કોરોના મહામારીને કારણે લોકોના રોજગાર ધંધા ઠપ થતા અને ધંધામાં દેવું વધતા લોકો આત્મહત્યાના રવાડે પણ ચડી રહ્યા છે, જે આત્મહત્યાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ સ્થિતિએ બાળકોને છોડ્યા નથી. જો કે હાલમાં કોરોના મહામારી ને કારણે વિધાર્થીઓ ઘરે ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે.

જો કે વિધાર્થીઓ ઘરે ઓનલાઇન અભ્યાસ કરવાને કારણે તો ડિપ્રેશનમાં આવી રહ્યા છે, અને તેમને અભ્યાસમાં તકલીફ પડી રહી છે, જેના કારણે તેમની નિર્ણય લેવાની ક્ષમતા પણ નબરી પડી રહી છે. જેના કારણે આવા વિધાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આજે આવા વધુ બનાવ સામે આવ્યા છે જે સુરત અને વડોદરામાં ધો 12 ના વિદ્યાર્થીના આપઘાતના બનાવ સામે આવ્યા છે. આ બનાવ સુરતના અડાજણ વિસ્તારમાંથી સામે આવ્યો છે.

સુરતમાં એક વિદ્યાર્થીએ તેની માતા સામે જ કોમ્પલેક્સની છત પરથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો છે. જો કે માતા તેના દીકરાને બૂમ પાડીને રોકે તે પહેલા જે તે દીકરો નીચે કુદી ગયો હતો. જો કે આ આપઘાત પાછળ પરીક્ષાના માનસિક તણાવ જવાબદાર હોવાનું હાલમાં અડાજણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ મામલે અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ વિદ્યાર્થી ધોરણ 12 ની તૈયારીઓ કરી રહ્યો હતો. અને પરીક્ષા નજીક હોવાથી લાંબા સમયથી તે તણાવમાં આવી ગયો હતો. ત્યારે તે સવારે તેની બિલ્ડીંગના અગાશી પર જઈ રહ્યો હતો ત્યારે તેની માતા તેની જોઈ જતા તે પણ પાછળ પાછળ દોડી આવી રહી હતી, ત્યારે તે ઉપર આવતા જોયું કે તેનો દીકરો બિલ્ડીંગ પરથી નીચે કૂદવાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે તેની માતાએ તેને બૂમ પાડીને આવુ ન કરવા માટે કહ્યુ હતું. પરંતુ તેની માતા તેની નજીક આવે તે પહેલા જ તે બિલ્ડીંગ પરથી નીચે કૂદી ગયો હતો.

ત્યારે તેની માતાએ તેના જ દીકરાના આવા દ્રશ્યો જોઈને તે એકદમ હેબતાઈ ગઈ હતી અને અને કહેવા લાગી કે હું નજીક હોવા છતાં પણ તેને બચાવી ન શકી. ત્યારે આ દીકરાને જોઈને ત્યાંના સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા, અને આ બાળકને સારવાર માટે તરત જ હોસ્પિટલ પહોંચાડ્યો હતો, જ્યાં ડૉકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.