GujaratIndiaNewsSurat

સુરત અંતિમયાત્રા : પોતાની દીકરીને દુલ્હનની ડોલીમાં જોવાની જગ્યાએ નનામીમાં જોતાં જ માતા-પિતાએ હૈયાફાટ રુદન કર્યું, હાજર તમામ લોકોની આંખોમાં આંસુ,

સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ૧૨ ફેબ્રુઆરીના રોજ જાહેરમાં યુવતીને છરીના ઘા કરી હત્યા કરી હતી.આ હત્યાકાંડ અંગે ગુજરાતના તમામ લોકો રોષે ભરાયા છે.મૃતક દીકરી ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ છેલ્લા ૮ મહિનાથી સાઉથ આફ્રિકા હતા,ગ્રીષ્માના અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા.

આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતા જ જમીન પર ઢળી પડ્યા હતાં.આજે સવારે ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી.ભાઈના હાથે બહેનને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.ગ્રીષ્માના ઘરથી હીરાબાગ અને અશ્વિનીકુમાર સ્મશાન સુધી ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ગ્રીષ્માની વિદાયથી આજે માત્ર સુરત જ નહીં પણ સમગ્ર ગુજરાત હચમચી ગયું છે.ગ્રીષ્માને દુલ્હનની જેમ સજાવીને વિદાય આપતા માતા-પિતાનું આક્રંદ વાતાવારણને ગમગીન કર્યું હતું.ગ્રીષ્માની અંતિમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બે હાથ જોડી ચોધાર આંસુએ લોકોએ ગ્રીષ્માને વિદાય આપી.

અંતિમ યાત્રા દરમિયાન રસ્તા પર બે કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ હતી. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા.હત્યા કરનાર આરોપી ફેનિલને ફાંસીની સજા આપવામાં આવે તેવી પણ માંગ લોકોએ કરી હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે