સુરત: હીરાબાગ સર્કલ પાસે ખાનગી બસમાં આગ લાગતા એક મુસાફર ભડથું થયો, જીવ બચાવવા તડપતો રહ્યો, 2 ની હાલત ગંભીર
સુરતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. એક ખાનગી બસમાં ભયંકર આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સુરતના હીરાબાગ સર્કલ પાસે ભાવનગર તરફ જઇ રહેલી ખાનગી બસમાં ભયંકર આગ લાગી હતી. સુરતના હીરાબાગ સર્કલ નજીક પહોંચતા જ બસમાં ભયંકર આગ લાગી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે રાજધાની બસમાં આગ લાગવાની સાથે જ તે સમગ્ર બસમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે આગને જોઇને બસમાં બેઠેલા મુસાફરોની મદદે દોડી આવ્યા હતા. આગ વિકરાળ હોવાના કારણે મુસાફરોની મદદ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જ્યારે આગ એટલી ભયંકર હતી કે, તેમાં એક મુસાફરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આ સિવાય બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. તેમને સ્થાનિક હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે તેમની પણ હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. તેની સાથે આગ લાગતા સુરતના હીરાબાગ સર્કલ પાસે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. એક મુસાફર સળગતી હાલતમાં બસમાંથી બહાર લટકી રહ્યો હતો જેનું આખરે કરુણ મોત થયું હતું.
તેની સાથે હીરાબા સર્કલ સુરતનું વ્યસ્ત સર્કલમાંથી એક માનવામાં આવે છે. આગ લાગવાના કારણે હીરાબાગ સહિતના આજુબાજુના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં સમગ્ર ઘટનાને લઈને આગ લાગવાની ચોક્કસ જાણકારી સામે આવી નથી. જ્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ લાગવાના કારણની તપાસ શરુ કરવામાં આવી છે.