GujaratSouth GujaratSurat

અંતિમ તસ્વીર વાયરલ : ગોવામાં હનીમૂન બાદ સુરતમાં કાળ ભરખી ગયો, પતિ સળગતી બસની બારીમાંથી કૂદી ગયો પણ પત્ની ફસાઈ જતા થયું મોત

સુરતના ગઇકાલના આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગ એક ખાનગી બસમાં લાગી હતી. જયારે આ આગ એટલી ભયંકર હતી કે ગણતરીના સમયમાં સંપૂર્ણ બસ બળીને ખાખ થઈ ગઈ હતી. જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જયારે તેમાં બેના મોત થયા હોવાનું સામે આવ્યું હતું.

બસમાં લાગેલ આગની વાત કરીએ તો તેમાં એક મહિલાનું પણ મોત થયું હતું. જ્યારે હવે જે મહિલાનું મોત થયું હતું તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. જેને જાણીને તમારી આંખોમાં પણ પાણી આવી જશે. જે મહિલાનું મોત થયું છે તે તાનિયા નામ છે. પરંતુ તેમની કહાની જ કંઇક કેવી જ છે તેના કારણે તમારી આંખોમાં જરૂર પાણી આવી જશે.

જેમાં જાણવા મળ્યું છે કે, મૃતક તાનિયાની વાત કરીએ તે ભાવનગરની હતી અને તે લગ્ન બાદ પતિ સાથે હનિમૂન મનાવવા માટે ગોવા ગઈ હતી. જ્યારે તે સુરતથી ભાવનગર જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન અચાનક બસમાં આગ લાગી હતી હતી. તેના કારણે ગંભીર દુર્ઘટના થઈ હતી. જયારે બસમાં આગ લાગતા તેનો પતિ વિશાલ નવલાસળગતી બસની બારીમાંથી તેને કુદકો મારી લીધો હતો. પરંતુ તેની પત્ની તાનિયા બારીમાં ફસાઈ જવાના કારણે તેનો મોત થઈ ગયું હતું. એવામાં હવે તેમની એક તસ્વીર વાયરલ થઈ રહી છે.

નોંધનીય છે કે, ભાવનગરના રતાલ કેમ્પસમાં રહેનાર વિશાલ નવલાનીના લગ્ન તાનિયા નામની યુવતી સાથે થોડા દિવસો પહેલા જ થયા હતા. જ્યારે તેમને ગોવામાં હનિમૂન મનાવવા માટે સુરતથી આવવા-જવાની ફ્લાઇટ બુક કરાવી હતી. ત્યાર બાદ તે ભાવનગરથી સુરતમાં આવ્યા અને પછી સુરતથી તે ફ્લાઈટમાં ગોવા પહોંચ્યા હતાં. પરંતુ ગઈ કાલે તે ગોવાથી સુરત આવવા માટે રાજધાની બસમાં બેઠા હતા. જયારે આ બસમાં ભયંકર આગ લાગી ગઈ હતી. જેના લીધે તાનિયાનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિનો જીવ બચી ગયો હતો.