GujaratSouth GujaratSurat

જો તમે પણ રાખો છો તમારા બાળકને સાચવવા માટે કેરટેકર, તો થઇ જાવ સાવધાન, સુરતમાં કેરટેકરે 8 મહિનાના બાળક ને મારતા હાલત નાજુક

આજના જમાના મોંઘવારી એટલી વધી રહી છે કે હવે ઘરના એક વ્યક્તિના કમાવવાથી ચાલતું નથી ત્યારે હવે જયારે મહિલાઓ પણ શિક્ષિત બનતા તેઓ પણ નોકરી કરવા લાગી છે અને ઘરમાં તે પોતાનો સહારો બની રહી છે. ત્યારે આ બધા વચ્ચે પરિવારના બધા સભ્યોએ નોકરીઓ કરવાને કારણે લોકોની લાઇફસ્ટાઇલ પણ બદલાઈ ગઈ છે. જેના કારણે દંપતીને સાથે બેસીને વાત કરવાનો પણ ટાઈમ મળી રહ્યો નથી.

જો કે આજના સમયમાં મોટા ભાગે હવે દંપતીએ અલગ રહેવા લાગ્યા છે ત્યારે જયારે આ દંપતીને બાળક થયા છે ત્યારે તેમને ઘણી મોટી મુશ્કેલીઓ ઉભી થાય છે. જેના માટે તેમને આ બાળકને સાચવવા માટે કેરટેકર ની જરૂર પડે છે અને તેમના બાળકને આ કેરટેકર ને સાચવવા માટે રાખે છે. અને તેના બદલામાં તેમને પૈસા આપવામાં આવે છે અને તેમના બાળકોને આ કેરટેકરને ભરોસે મૂકીને જતા રહે છે. જો કે ઘણીવાર આ કેરટેકર બાળકો માટે રાક્ષસ બની જાય છે. ત્યારે આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દંપતીએ તેના બાળકને સાચવવા માટે એક કેરટેકરને રાખી હતી.

આ કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. રાંદેર પાલનપુર પાટિયા હીમગીરી સોસાયટીમાં રહેતી એક શિક્ષક ગર્ભવતી બની હતી અને બાદ તેમને ટ્વીન્સ પેદા થયા હતા. જે 8 માસના બે ટ્વીન્સ માટે આ દંપતીએ કેરટેકર ને રાખી હતી. જેમાં આ કેરટેકરે 8 મહિનાના માસુમ બાળકને નિર્દયતાથી માર માર્યો હોવાનું સામે આવ્યું છે અને આ મારને કારણે બાળકને બ્રેન હેમરેજ થયુ છે. જો કે આ ઘરમા કેમેરામાં લગાવેલા હતા જેમાં આ કેરટેકરની સમગ્ર હેવાનિયતની ઘટના કેદ થઈ ગઈ હતી. જો કે થોડા સમયબાદ આ બાળક અચાનક બેહોશ થઈ ગયુ હતું, જેના કારણે તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યું હતું, જ્યાં આ જ્યા બાળકને માથામાં ઈજા થઈ હોવાનુ સામે આવ્યું હતું. જેમાં ડોકટરોએ આ બાળકને ઈજાથી બ્રેન હેમરેજ થઈ ગયુ હોવાનું કહ્યું હતું.

જો કે બાદમાં પરિવાર વાળાએ ઘરમાં લગાવેલા કેમેરા ચેક કરતા આ સમગ્ર ઘટના સામે આવી હતી. જેમાં આ કેરટેકરે તેના માસુમ બાળકને માર મારતા જોવા મળી હતી. કેરટેકરે આ બાળકને પલંગ પર 4 થી 5 વાર પછાડ્તા જોવા મળી હતી. બાદમાં તેના કાન આમળીને હવામાં ફંગોળી દીધો હતો. દંપતીએ આ કેરટેકરને મહિને 3 હજારના પગાર પર રાખેલ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને દંપતીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધી આ મહિલાની તપાસ હાથ ધરી છે.