સુરતમાં વધુ એક દર્દનાક સમાચાર: 11 વર્ષની બાળકી પર અજાણ્યા વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરતા મોત
સુરતમાં સતત ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. એવામાં આજે એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં 11 વર્ષની બાળકી દુષ્કર્મ આચરવામાં આવ્યા બાદ તેની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. જેના લીધે ફરીથી સુરત ચર્ચામાં આવી ગયો છે. કેમ કે હજુ થોડા દિવસ પહેલા ગ્રીષ્માની નામની યુવતીનું જાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી એવામાં હવે આ સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં 11 વર્ષની માસૂમ બાળકી પર અજાણ્યા વ્યક્તિ પર દુષ્કર્મ આચર્યું છે. તેની સાથે તે પણ જાણવા મળ્યું છે કે, બાળકી દુષ્કર્મ આચરી બાળકીને ગંભીર હાલતમાં છોડી રૂમની બહાર તાળું મારીને તે નાસી ગયો હતો. તે દરમિયાન પરિવાર દ્વારા બાળકી શોધી કાઢવામાં આવી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી પરંતુ ત્યાં તેનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સુરતના જોળવામાં ભાડેથી રહેનાર એક પરિવારની બે દીકરીઓ માતા-પિતા નોકરી ગયા હોવાના કારણે ઘરમાં એકલી હતી. તેમાંથી 7 વર્ષની બાળકી બિસ્કીટ લેવા માટે દુકાન ગઈ હતી. પરંતુ તે દરમિયાન 12 વર્ષની બાળકી ઘરમાં જ એકલી રહી ગઈ હતી, તેનો ફાયદો ઉઠાવી અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘુસી ગયો અને બાળકી પર દુષ્કર્મ આચરીને ભાગી ગયો હતો.
પરંતુ ત્યાર બાદ પરિવાર દ્વારા બાળકીને શોધવામાં આવી તો બાળકી એક રૂમમાંથી મળી આવી તો બાળકી લોહીલુહાણ હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા તેને નજીક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતું પરંતુ તે દરમિયાન બાળકી મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ સુરત જિલ્લાના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શંકાસ્પદ વ્યક્તિઓ તેમને પૂછપરછ પણ કરી હતી. તેમ છતાં કોઈ જાણકારી સામે આવી નથી. જ્યારે અત્યારે પોલીસ દ્વારા ગુનેગારને શોધવા માટે સમગ્ર જગ્યાએ શોધખોળ શરુ કરવામાં આવી છે.