GujaratSouth GujaratSurat

સુરતના વધુ એક પરિવારના ત્રણ સભ્યો ડાયમંડની કરોડોની સંપત્તિ છોડી લેશે દીક્ષા

ઘણા લોકો પોતાની આખી જિંદગીભર મહેનત કરીને તમના પરિવાર માટે ઘણું વસાવે છે, અને મોજમસ્તીમાં જીવે છે. જો કે ઘણા લોકોએ એવા પણ મળે છે જેઓ રાતદિવસ મહેનત કરીને તેમનું નામ કમાવે છે અને અંતે તેઓ આ બધી વસ્તોનો ત્યાગ કરીને સંયમના માર્ગે ચડી જાય છે. જે તેમની આખી જિંદગીની મહેનત એક જ ક્ષણમાં ત્યજી નાખે છે ત્યારે આજે આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિવારના ત્રણ સભ્યોએ દીક્ષા લઇ લીધી છે, અને તેમનો એક દીકરાએ પહેલાથી જ આ સંયમના માર્ગને અપનાવી લીધો છે ત્યારે હવે તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યોએ પણ આ માગૅ અપનાવ્યો છે.

આ પરિવાર સુરતનો રહેવાસી છે. જે સુરતના વેસુ વિસ્તારમાં મૂળ ધાનેરામાં રહે છે. અને જેમને આ દીક્ષા નીરવભાઈ વલાણી લઇ રહ્યા છે. અને તેમના દીકરીએ પહેલાથી જ સંયમનો માર્ગ અપનાવ્યો છે. આ ઉપરાંત તેમના પરિવારમાં પત્ની સોનલ વલાણી અને 11 વર્ષની દીકરી વિહા વલાણી રહે છે. જે થોડા દિવસોમાં આ નીરવ વલાણી પોતાના આખા પરિવાર સહિત દીક્ષા લેશે.

નોંધનીય છે આ અગાઉ પણ સુરતના અન્ય ઘણા પરિવારો આ રીતે જ દીક્ષા લઈને સંયમના માર્ગે નીકળી પડ્યા છે. જો કે આ પરિવાર ડાયમંડનો બિઝનેસ કરે છે ત્યારે હવે આ કરોડોનો બિઝનેસ કરતા પરિવારના ત્રણ સભ્યો એકસાથે તેમની આ તમામ સભ્યો કરોડોની સંપત્તિ છોડી સંયમના માર્ગે જશે.

પરિવારમાં નીરવભાઈ વલાણીના પત્ની સોનલ અને દીકરી વિહા 10 ફેબ્રુઆરીના રોજ દીક્ષા લેશે અને 17મીએ આંધ્રપ્રદેશના તેનાલી ખાતે દીક્ષા લેશે જે મુનિરાજ ગુણહંસવિજય મહારાજના હસ્તે રજોહરણ ગ્રહણ કરશે. જો કે આ પરિવારના ત્રણે સભ્યોએ મળીને નક્કી કર્યું હતું કે તેઓ તેમના ઘરને તાળું મારી સંયમ જીવન જીવશે, જેઓ હવે આગામી થોડા સમયમાં આ માગૅ અપનાવશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે