યુવાનોને આડે રવાળે ચઢાવતા એકબાદ એક વધુ કપલ બોક્સ બાદ સામે આવ્યું મસાજ પાર્લરમાં ચાલતું કુટણખાણું
રાજ્યમાં યુવાનોને ખોટી લાઇનમાં લઇ જવાતા ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે હાલમાં સુરત શહેરમાં કપલ બોક્સનો મામલો સામે આવેલ છે, જેને લઈને તે એક ચર્ચાનો વિષય બની રહ્યો છે, જેને લઈને લોકોએ આવા કુટણખાણા સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં આ ચર્ચા વચ્ચે વધુ એક ચર્ચાનો મુદો સામે આવ્યો છે, જે હવે યુવાનોને આડે રવાળે ચઢાવતા એકબાદ એક વધુ કપલ બોક્સ બાદ મસાજ પાર્લરમાં કુટણખાણું ચાલતું હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે, જે રાજ્યમાં સુરત શહેરોમાં એકબાદ આવા કેસો સામે આવતા હવે સુરત પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. જે સુરત પોલીસે કપલ બોક્સ (couple box) ચલાવતા હોવાના આક્ષેપો બાદ પોલીસે કપલ બોક્સ બંધ કરાવી દીધા છે ત્યારે હવે શહેરોમાં મસાજ પાર્લરની આડમાં ચાલતાં કુટણખાનાઓ ઉપર કડક લેવાનું શરૂ કરી દીધું છે. જે શહેરમાં ચાલતાં સ્પા સેન્ટર અને મસાજ પાર્લર પર તવાઈ બોલાવવામાં આવી રહી છે.
શહેરોમાં આવા ગેરકાયદે કુટણખાના ચાલતા હોવાને લઈને સુરત શહેરના વાસીઓએ પણ હવે તેનો વિરોધ ઉઠાવ્યો છે અને આવા આરોપી સામે કડક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી રહી છે, જેને લઈને હવે વિરોધ ઉભો થતા પોલીસ પણ સજાગ બની છે અને આવા કપલ બોક્સ અને મસાજ પાર્લર પર તવાઈ બોલાવી છે. જે સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આરકેડમાં આવેલા એક્સ મસાજ પાર્લરમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
જે ખાસ કરીને યુવાનોને તેમના ભ્રમમાં રવાડે ચઢાવી દે છે અને તેમના ભવિષ્યને અંધકારમાં ધકેલી દે છે.સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા પોદાર મસાજ પાર્લરના નામે કૂટણખાનું ચાલતું હોવાનું સામે આવતા પોલીસે ત્યાં કામ કરનારી એક મહિલા સહિત ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી. અને આ તમામનાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.