GujaratIndiaNewsSurat

સુરત પોલીસ ગ્રીષ્માના હત્યારા ફેનિલને લઇ લેશે સકંજામાં, કોર્ટમાં રજૂ કરીને વધુમાં વધુ રિમાન્ડની માંગણી કરી કડક સજા અપાવશે, જાણો સમગ્ર માહિતી,

સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં યુવતી ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી હતી.મૃતક યુવતી ગ્રીષ્માની મંગળવારે અંતિમ વિધિ કરવામાં આવી હતી.આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા સુરતની કામરેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

ડોક્ટરોએ તપાસ કરતા જણાવ્યુ કે,આરોપી ફેનિલે નસ કાપી નહોતી,તેને ઝેરી દવા પીવાનું પણ નાટક કર્યું હતું.આ કેસમાં પોલીસે SIT ની રચના કરી છે.જેમાં ડાંગ SP ની દેખરેખ હેઠળ ૧ મહિલા ASP, એક DySP, ૪ PI, ૪ PSI હશે.તદુપરાંત LCB, SOG ટીમનો પણ મદદ માટે સમાવેશ કરવામાં આવ્યો છે.

આજે હત્યારા ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે,જેમા પોલીસ રિમાન્ડની માગણી કરશે.તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હત્યારો ફેનિલ પહેલેથી જ નાની-મોટી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

આરોપી ફેનિલના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે ફેનિલ મારો દીકરો છે પરંતુ હું જ કહુ છું,અમારો સિક્કો જ ખોટો છે.તે અમારા કહ્યામાં નથી.આજે બપોરે આરોપી ફેનિલને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે