સુરત: બેંકના લોનના હપ્તા ન ભરી શકતા રત્નકલાકારે અપનાવ્યો એવો રસ્તો કે…
Surat: સુરત શહેરથી આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે આ યુવાન એક વર્ષની બેંકની લોન ભરી ના શકતા આત્મહત્યા કરી લેવામાં આવી છે. જેના કારણે પરિવારને એકના એક દીકરો ગુમાવી દીધો છે. જેના લીધે પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. સુરતના જહાંગીર પુરા પોલીસ મુજબ જણાવવામાં આવ્યું છે કે, યુવક આર્થિક તંગીથઈ કંટાળી ગયો હતો. બેંક લોનના હપ્તા ભરી શકતો નહોતો જેના લીધે તે ચિંતામાં મુકાઈ ગયો હતો.
આ ઘટનાની વાત કરીએ તો આ ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બની હતી. જેમાં રત્નકલાકાર તરીકે કામ કરનાર યુવક મેહુલ દેવરાજ દેવગણીયા દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. જેમાં યુવકના માતા-પિતા, નાના ભાઇ અને પત્ની સાથે જીવન પસાર કરે છે. જ્યારે મેહુલની વાત કરીએ તો તેના લગ્નને હજુ એક વર્ષ પૂર્ણ થયું હતું.
જયારે મેહુલના નામના યુવકની વાત કરીએ તો તે મહુવાનો રહેવાસી છે તે રત્નકલાકાર તરીકે સુરતમાં કરી રહ્યો હતો. તેની સાથે તે સમગ્ર પરિવારનું ભરણ-પોષણ પણ કરી રહ્યો હતો. પરંતુ હવે પરિવારનો કમાઉ દીકરાનું મોત થતા પરિવાર આર્થિક ભીસમાં આવી ગયો છે. તેની સાથે પોલીસ દ્વારા આ બાબતમાં એ તપાસ કરવામાં આવી છે રહી છે કે, શું લોન ઉઘરાવવાના કારણે યુવકે આપઘાત કર્યો કે તેના પાછળ કોઈ બીજી કારણ છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બેંકના કર્મચારીઓ દ્વારા અવારનવાર ઉઘરાણી કરવામાં આવતી હતી જેના લીધે યુવક હેરાન થઈ જતા તેને આ પગલું ભર્યું છે.તેની સાથે જાણવા મળ્યું છે કે, મેહુલ સુરતના જહાંગીર કનાદ ફાટક પાસે પોતાના મિત્ર સાથે ગયો હતો તે દરમિયાન તેના મિત્રની નજર ચુકવી તેને ઝેરી દવા પી લીધી હતી. તેમ છતાં દુર્ગંધ આવતા મિત્ર દ્વારા તેને પૂછવા આવ્યું તો તેને ઝેરી દવા પીધી હોવાનું કહ્યું હતું. જેના લીધે મિત્ર તેને તાત્કાલિક સારવાર માટે લઇ ગયો હતો પરંતુ ડોક્ટર તેની સારવાર કરે તે પહેલા જ મેહુલનો જીવ ચાલ્યો ગયો હતો.