CrimeGujaratSouth GujaratSurat

સુરત: 4.89 લાખ ના ચરસ સાથે ઝડપાયો કપડા વેપારીનો પુત્ર

સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે કાપડના વેપારીના પુત્રની ધરપકડ કરી છે જે હિમાચલથી છૂપી રીતે ચરસ લાવીને સુરતમાં વેચતો હતો. તેની પાસેથી રૂ.4.89 લાખનું ચરસ મળી આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, વેસુ કેપિટલ ગ્રીનનો રહેવાસી વંશ બસલ હિમાચલથી ચરસની દાણચોરી કરતો હતો. તે ફરવાના બહાને હિમાચલ જતો હતો અને ત્યાંથી છૂપી રીતે ચરસ લાવતો હતો.

બાતમીદાર પાસેથી તેના વિશેની માહિતી મળતાં, SOG પોલીસે છટકું ગોઠવ્યું અને મજબૂત માહિતીના આધારે તેને સુરત રેલ્વે સ્ટેશન નજીક આયુર્વેદિક ગ્રોવ નજીકથી પકડી પાડ્યો.તલાશી લેતા તેની થેલીમાંથી 997 ગ્રામ ચરસ, સિગારેટ, લાઈટર, સિગારેટ ભરવા માટેની ટ્યુબ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું કે તે પોતે નશાનો વ્યસની છે અને હિમાચલમાં ચરસ લાવતો હતો,પરંતુ પોલીસને શંકા છે કે તે સુરતમાં પણ લોકોને ચરસ વેચતો હશે. આ અંગે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી છે.

વંશ ની બેગમાંથી 997 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. તેની કિંમત 4.98 લાખ રૂપિયા જેવી થાય છે. આ ઉપરાંત મોબાઈલ ફોન, લાઈટર, ચરસ પીવાની ભુંગળી સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી. તે ચરસ કોની પાસેથી લાવ્યો હતો તે શોધવા પણ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.

વંશ વેસુની કોલેજમાં BBAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેના પિતા કાપડના વેપારી છે.તે પોતે હિમાચલ પ્રદેશ ફરવા જવાનું કહેતો હતો અને ચરસ લાવતો હતો. તે ચરસ પોતાના માટે લાવતો હતો અને જો અન્ય સુરતના ગ્રાહક મળી જાય તો તેમના માટે પણ લાવતો હતો.જો કે ટ્રેન મારફતે આવતા તે પકડાઈ ગયો હતો.