GujaratSouth Gujarat

કિશન ભરવાડ કેસ શાંત નથી થયો ત્યાં સુરતમાં યાસીન કુરેશી પાસેથી રિવોલ્વર મળી આવતા ધરપકડ કરાઈ

કિશાન ભરવાડનો હજુ કેસ સમાપ્ત થયો નથી ત્યાં જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ મુસ્લિમ યુવક રિવોલ્વર સાથે પકડવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક યુવકની દેશની બનાવટની રિવોલ્વર સાથે ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે આ મામલામાં જાણવા મળ્યું છે કે, આ સિવાય પોલીસ દ્વારા આ યુવકની પૂછપરછ લવ જેહાદના આધારે કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરત શહેરમાં લિંબાયત વિસ્તારમાં રહેનાર એક વિધર્મ યુવક દ્વારા જાણકારી મળ્યા બાદ સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દેશી બનાવટના રિવોલ્વર અને ત્રણ જીવતા કારતુસ સાથે એક મુસ્લિમ યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે આ કેસમાં યાસીન શેખ કુરેશી નામ સામે આવી રહ્યું છે.

જ્યારે યાસીન કુરેશીની વાત કરવામાં આવે તો તે સુરત શહેરમાં ચીકનનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તેની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર અને ત્રણ જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યારે તેની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની પ્રોસેસ શરુ કરવામાં આવી છે.

ક્રાઈમ બાન્ચની ટીમ દ્વારા યાસીન કુરેશી કોઈ બીજા ગુનાઓ સામેલ તો નથી તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે તે હિન્દુ યુવતી સાથે રહી છે તે બાબતને લઈને પણ તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પૂછપરછમાં જાણવા મળ્યું છે કે,યાસીન શેખ મધ્યપ્રદેશમાં સેગવા નજીક તેના મિત્ર સોહિલ દ્વારા હિન્દુ યુવતીને ભગાડવામાં મદદ કરવામાં આવી હતી. તેન વિરુદ્ધ પણ મધ્યપ્રદેશમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.