અયોધ્યા રામ મંદિરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર, UP ના અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થિત રામ મંદિરમાં એક SSF જવાનનું શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતાં મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની વાત કરીએ આ ઘટના સવાર ના ઘટી હોવાની જાણકારી સામે આવી છે.
પોલીસ સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, રામ મંદિર પરિસરમાં ગોળીબારનો અવાજ સંભાળતા જ સુરક્ષાકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને ઈજાગ્રસ્ત સૈનિકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં તબીબ દ્વારા સૈનિક ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ગોળીબારમાં 25 વર્ષીય શત્રુઘ્ન વિશ્વકર્મા મૃત્યુ નીપજ્યું છે. જ્યારે રામજન્મભૂમિ સંકુલમાં આ રીતની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે.
તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર ની સુરક્ષા માટે તૈનાત SSF જવાનનું ગોળી વાગતાં મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના આજ સવાર ના 5.25 કલાકના ઘટી હતી. સૈનિક નું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા રહેલું હતું. 25 વર્ષીય શત્રુઘ્ન આંબેડકર નગર ના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સવારના રામ મંદિર પરિસરમાં ગોળી નો અવાજ સાંભળવા મળ્યો હતો. ત્યારબાદ હાજર પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો અને જોયું તો શત્રુઘ્ન લોહીલુહાણ હાલતમાં રહેલા હતા. તેના લીધે સાથી સૈનિકો તેમને હોસ્પિટલ લઈને ગયા હતા. ત્યાર બાદ ઈજાગ્રસ્ત સૈનિકને ટ્રોમા સેન્ટરમાં રિફર કરાયા હતા પરંતુ ત્યાં હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.