
સુરત શહેર ખાતે આવેલ અઠવા વિસ્તારમાં આશરે 8 વર્ષની માસૂમ બાળકીને એક 55 વર્ષીય આધેડ ખંડરમાં લઈ જઈને પોતાના મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવાઈ રહ્યો હતો ત્યારે તેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. લોકોએ આધેડને પકડીને તાત્કાલિક પોલીસને સોંપ્યો હતો. ત્યારે પોલીસે આધેડની અટકાયત કરીને તેની વધુ પુછપરછ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રૂદરપુરા ખાડી પાસેના એક ખંડર મકાનમાંથી કોઈ બાળકી રડતી હોય તેવો અવાજ આવ્યો હતો.
જેથી સ્થાનિક લોકોએ ત્યાં બેઠેલા લોકોને આ અંગે જાણ કરી હતી. ત્યારે લોકો તાત્કાલિક ત્યાં તપાસ માટે દોડી ગયા હતા. ત્યારે રડી રહેલી બાળકીની એ લોકોએ પૂછપરછ કરી હતી. ત્યારે બાળકીએ કહ્યું કે તેને એક આધેડ ઉંમરની વ્યક્તિ તેને આ ખંડરમાં લઈ ગયો અને મને માર મારી મોબાઈલમાં ખરાબ વીડિયો બતાવતો હતો. મેં તે જોવા માટે ના કહ્યું તો તે આધેડે મને મારી માર્યો હતો. જેથી આધેડથી બચીને ખંડેરમાંથી હેમખેમ બહાર ભાગી આવેલી બાળકીએ ત્યાં હાજર લોકોને સમગ્ર હકીકત જણાવી હતી.
નોંધનીય છે કે, બાળકીએ પોતાની આપવીતી જણાવતા સ્થાનિકો તરત જ ખંડરવાળા મકાનમાં અંદર ગયા અને ત્યાં હાજર શખ્સને પકડી પાડ્યો હતો. જે પછી ત્યાં ભારે હોબાળો પણ મચ્યો હતો. અમે બાદમાં અઠવા પોલીસને આ મામલે જાણ કરી યુવકને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
- હત્યા કર્યા પછી શરીરને પાણીથી ધોઈ નાખતો અને પછી તેને ખાતો,બંગાળમાં વિચિત્ર કાંડ સામે આવ્યો
- ૧૧ જાન્યુઆરીએ સૂર્ય પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરશે આ રાશિના જાતકોએ નોંધપાત્ર લાભ માટે તૈયાર રહેવું
- ભાવનગર ACFનાં પત્ની-પુત્ર-પુત્રીના હત્યાકેસમાં મોટો ખુલાસો
- જસદણના આટકોટમાં નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના:6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરી…

