AhmedabadGujarat

વડોદરામાં ટેન્કરે રીક્ષાને અડફેટે લેતા 5 વર્ષની માસુમ બાળકી સહિત બેના ઘટનાસ્થળ પર જ કરુણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરા સામે આવ્યો છે.

વડોદરાના પદમલા બ્રિજ પર ટેન્કરમાં રિક્ષા ઘુસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. વડોદરાના છાણીના રોશન નગરમાં રહેનાર લોકો દરગાહ પર દર્શન કરીને ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વર્ષીય બાળા સહિત બેના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હાલમાં આ સમગ્ર મામલે નંદેસરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણકારી અનુસાર, વડોદરામાં પદમલા બ્રિજ પરના માર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. ટેન્કર સાથે રીક્ષા ભટકાતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. તેના સિવાય એક વ્યક્તિનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું હતુ. જ્યારે 5 વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે.

ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર આવી ગયો હતો. પોલીસ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા સિવાય મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલમાં સમગ્ર મામલે નંદેસરી પોલીસ દ્વારા આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.