India

સગીરાના પરિવારને તાંત્રિક વિધિ કરીને મારી નાખવાની ધમકી આપીને કર્યું આવું કૃત્ય, બાદમાં થયું એવું કે…

દેશમાં ઘણા લોકોની માનસિકતા એટલી છતી થઇ રહી છે, જેના કારણે મહિલા બાળકીઓના અત્યાચારમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે મહિલા બાળકીઓના અત્યાચારની દરરોજ ફરિયાદ સામે આવી રહી છે, જે દિવસે ને દિવસે આવા કૂર અત્યાચારમાં વધારો થઇ રહ્યો છે. આ સાથે મહિલા અને સગીરાઓ પર દુષ્કર્મના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે જેના કારણે મહિલાઓએ બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે, જો કે હવે મહિલા બાળકીઓ ઘરમાં પણ સુરક્ષિત નહિ રહી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આજે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે.

રાજસ્થાનના બારાં માં એક 16 વર્ષની સગીરાને ધમકી આપીને દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. બારાં ના શાહબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિએ 16 વર્ષની સગીર સાથે ઘણી વખત દુષ્કર્મ કર્યું છે. આરોપીએ પીડિતાના પરિવારને તાંત્રિક વિધિ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેને 7-8 મહિનામાં ઘણી વખત સગીરાની છેડતી કરી. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પરિવાર પીડિતાને હોસ્પિટલ લઈને ગયો.

આ દરમિયાન ડોક્ટરોએ પીડિતાના પરિવારજનોને કહ્યું કે તે 7 મહિનાની ગર્ભવતી થયેલ છે. ત્યારબાદ પીડિતાનો પરિવાર શાહબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા ગરીબ અને મજૂર પરિવારમાંથી આવે છે. આવી સ્થિતિમાં તેના માતા-પિતા, ભાઈઓ વગેરે મજૂરી માટે ઘરની બહાર રહેતા હતા.

આ જ તકનો લાભ ઉઠાવીને આરોપી તેના ઘરમાં ઘુસી ગયો હતો અને 16 વર્ષની સગીરને એકલી જોઈને તેને ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સાથે આ વાતની કોઈને માહિતી આપવા પર તાંત્રિક વિધિ કરાવીને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતાના પરિવારજનોનું કહેવું છે કે એક દિવસ તેમને લાગ્યું કે તેની બાળકીના હાથ-પગમાં ઘણો સોજો આવી ગયો છે. આવી સ્થિતિમાં પરિવારના સભ્યો તેને બતાવવા માટે સરકારી દવાખાને લઈને પહોંચ્યા. ત્યાં ડોક્ટરે સગીરાનો સોનોગ્રાફી ટેસ્ટ કરાવ્યો, તો પીડિતા સાત મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું.

પીડિતાએ પરિવાર સાથે શાહબાદ પોલીસ સ્ટેશન પહોંચીને આ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો. આરોપી બે બાળકોનો પિતા છે. એસપી કલ્યાણમલે જણાવ્યું કે લગભગ આ 7-8 મહિના પહેલાનો મામલો છે. પીડિતાના રિપોર્ટ પર પોલીસે કેસ દાખલ કરી દીધો છે. આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.