ગુરુગ્રામમાં હિજાબ પહેરેલી મહિલાએ ટેક્સી ડ્રાઈવર પર ચલાવ્યું ચપ્પુ, પોલીસ સાથે થયું આવું….
આખા દેશમાં સ્કૂલ-કોલેજમાં હિજાબ-બુરખા પર રોકના મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે. ક્યાંક વિરોધ થઈ રહ્યો છે તો ક્યાંક સમર્થન મળી રહ્યું છે. આ બધુ ચાલી રહ્યું છે ત્યારે દિલ્હીના ગુરુગ્રામમાં એક મહિલાએ ટેક્સી ડ્રાઈવર પર ચાકુથી હુમલો કર્યો છે. આરોપી મહિલા હિજાબ પહેરેલી હતી. આરોપી મહિલા વિદેશની રહેવાસી છે એવું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ પ્રમાણે આરોપી મહિલા ઈજિપ્તની છે. મહિલાના હુમલાથી ઘાયલ ટેક્સી ડ્રાઈવરને ગુરુ ગ્રામના સરકારી દવાખાનમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસએ આરોપી મહિલાને પકડી લીધી છે. તેની સાથે પૂછપરછ ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે પોલીસને માહિતી મળી હતી કે એક મહિલાએ ટેક્સી ડ્રાઈવર પર ચાકુ વડે હુમલો કર્યો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન આરોપી મહિલાએ પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. આરોપી મહિલાએ લેડી પોલીસ પર પાણી ફેંક્યું અને ઝપાઝપી શરૂ કરી.
પોલીસે આરોપી મહિલાને દબોચી, તેને કારમાં બેસાડી અને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તે જ સમયે, ઘાયલ ડ્રાઇવરને ગુરુગ્રામની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.
જાણકારી અનુસાર મહિલાએ ટેક્સી ડ્રાઈવરને રોકી અને જ્યારે ટેક્સી ડ્રાઈવરએ પૂછ્યું કે ક્યાં જવું છ? તો મહિલાએ ચાકુ કાઢીને તેના ખભા પર વાર કર્યો. વાર કરીને મહિલા ભગવા લાગે છે. ટેક્સી ડ્રાઈવરએ મહિલાને પકડવા માટે ટ્રાય કર્યો. ડ્રાઈવર અને આજુબાજુના લોકોએ મહિલાને પકડી લીધી. એ પછી પોલીસની એક ટીમ ઘટનાસ્થળ પર પહોંચે છે.પીડિત કેબ ડ્રાઈવર રઘુરાજે કહ્યું, હું ડ્રાઈવ કરું છું. મેં સવારી લીધી. જ્યારે આ મહિલા પાછળથી આવી ત્યારે મેં તેને પૂછ્યું કે શું કામ છે, તો તેણે મને ધક્કો માર્યો અને ગાયબ થઈ ગઈ. એ મારી સાથે વાત પણ કરતો ન હતો. મને ખબર નથી કે કોણ શું કરી રહ્યું છે?