વલસાડ: ખાલી ટેમ્પો હતો, પોલીસે તપાસ કરતા મળી આવી આ વસ્તુ
ગુજરાતમાં દારૂબંધી અમલ છે તેમ છતાં દારૂની ખેપ મારનારાઓ નવા નવા ગતકડાં કરીને દારૂનું વેચાણ કરતા હોય છે. જો કે, પોલીસ પણ આ ખેપ મારનારાઓની તમામ હરકતો ઓર તેજ નજર રાખીને દારૂની હેરાફેરી કરનારાઓને પકડી પાડે છે. આવું જ કંઈક વલસાડમાં બન્યું છે. દમણમાંથી વલસાડમાં એક ટેમ્પોમાં છુપી રીતે મોટી માત્રામાં દારૂ લાવવામાં આવી રહ્યો હતો. ત્યારે પોલીસે બાતમી મળતા આ ટેમ્પોને પકડી પડ્યો હતો. અને ટેમ્પોમાંથી 816 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ પોલીસે કરેલ આ કાર્યવાહીમાં વિદેશી દારૂ અને ટેમ્પો મળી આશરે 2.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. અને બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક ટેમ્પો ચાલક પ્રવીણ પાટીલ તેમજ તેની સાથે રહેલા કોમલ સિંહ રાજપુત આ બંનેની ધરપકડ કરીને પોલીસે સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ દમણ તરફથી આ દારૂનો જથ્થો સુરત તરફ લઈ જઈ રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે, વલસાડ પોલીસ પાસે બાતમીદારોનું બહુજ મોટું નેટવર્ક પણ સક્રિય છે. જેને કારણે બુટલેગરોની દરેક તરકીબોને પોલીસ ઝડપી પાડે છે. આ વખતે પણ એવું જ કંઈક બન્યું હતું. ખાલી દેખાઈ રહેલ ટેમ્પોમાં એક ચોરખાનું બનાવીને દારૂની ખેપ મારતા બે આરોપીઓની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. અને બંનેને સળિયા પાછળ ધકેલી દીધા છે. અને પોલીસે આ મામલે આરોપીઓની પૂછપરછ કરીને તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, દમણથી વલસાડમાં ટેમ્પો ભરીને દારૂ લાવવામાં આવી રહ્યો છે. તે વાની જાણકારી બાતમીદારોએ વલસાડ પોલીસને આપી હતી. ત્યારે પારડી પોલીસની ટીમે બાતમીના આધારે ટેમ્પોને પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા. અને અંદરથી તપાસ કરતા ટેમ્પોમાં એક ચોરખાનું મળ્યું હતું. પોલીસે જ્યારે આ ચોર ખાનાને ખોલ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે ઉપરથી ખાલીખમ દેખાઇ રહેલ ટેમ્પોમાં બનાવેલા આ ચોર ખાનામાં 816 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આથી પોલીસે વિદેશી દારૂ નો જથ્થો અને ટેમ્પો ચાલક પ્રવીણ પાટીલ તેમજ તેના સાથીદારની ધરપકડ કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.