VadodaraGujarat

વડોદરા હાઇવે પર સર્જાયો ભયંકર અકસ્માત, બે ટ્રક પલટી મારી જતાં ત્રણ વાહનો કચડાયાં, બે ના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. એવામાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામ પાસેથી અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામ નજીક સર્જાયેલ અકસ્માતની ઘટનામાં દંપત્તિનું મૃત્યુ નીપજ્યું છે. તેમ છતાં કારની એરબેગ ખુલી જવાના લીધે અન્યનો બચાવ થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના હાલોલ રોડ પર આવેલા જરોદ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે પાંચ વાહનો એકબીજાથી ટકરાતા અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કારનો કુચ્ચો બોલી ગયો હતો. ઇકો કારમાં સવાર પતિ-પત્નિના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અકસ્માત સર્જાતા પાછળથી આવતી રિક્ષા અને ટ્રક પણ એકબીજા સાથે ટકરાઇ ગઈ હતી. અકસ્માતના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જરોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો.

તમને જણાવી દઈએ કે, વડોદરા હાલોલ રોડ પર આવેલા વાઘોડીયાના જરોદ ગામ નજીક એક-સાથે પાંચ વાહનો ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના મૃત્યુ થતાં હતા. વહેલી સવારના સામાન ભરેલી લોડીંગ બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રક પલટી ખાઇને ત્રણ વાહનો પર પડી ગઈ હતી. જેમાં રિક્ષા, ઇકો અને કાર નીચે દબાઇ ગઇ હતી. ત્રણેય વાહનોનો કુચ્ચો બોલી ગયો હતો. અકસ્માતના લીધે ટ્રાફિક થતા વડોદરા ટોલમાર્ગ બંધ કરીને ડાયવર્ઝન આપવાની ફરજ પડી હતી. અકસ્માતની જાણ થતાં ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો.