રશિયાના મોસ્કોમાં ક્રોકસ હોલમાં આતંકવાદી હુમલો, 60 ના મોત, 100 થી વધુ ઈજાગ્રસ્ત
રશિયાની રાજધાની મોસ્કો સીટીથી મોટા સમાચાર સામે આવ્યા છે. મોસ્કો સીટીના ક્રોકસ સિટી હોલમાં પાંચ બંદૂકધારીઓ દ્વારા ટોળા પર ગોળીબાર કરવામાં આવતા ઓછામાં ઓછા 70 લોકોનાં મૃત્યુ નીપજ્યા હતા. 115 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. રશિયાના આરોગ્ય મંત્રાલયના વડા મુરાશ્કો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ 115 લોકોમાંથી 60 ની હાલત ગંભીર હોવાની સામે આવ્યું છે.
જાણકારી મુજબ, સ્થિતિને કાબુમાં લેવા માટે રશિયન નેશનલ ગાર્ડ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે આતંકીઓને પહોંચી વળવા માટે પોતાનું ઓપરેશન પણ હાથ ધર્યું હતું. આ કામગીરીમાં હેલિકોપ્ટરની પણ મદદ કરાઈ હતી. 50 થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જેમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવાયા હતા.
તેની સાથે જાણકારી સામે આવે છે કે, પાંચ હુમલાખોરોમાંથી એકને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. રશિયન સરકારી મીડિયાના મુજબ, કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં અજાણ્યા શખ્સો ક્રોકસ સિટી હોલમાં ઘૂસી ગયા અને ગોળીબાર શરુ કરી દીધો હતો. તેની સાથે હોલમાં ફાયરિંગ બાદ ગ્રેનેડથી પણ હુમલો કરાયો હતો. પ્રખ્યાત રશિયન રોક બેન્ડ ‘પિકનિક’ ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં લોકો ભેગા થયા હતા તે સમયે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હોલમાં છ હજારથી વધુ લોકોની બેસવાની ક્ષમતા રહેલી છે.