રાજ્યમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ જાણભેદુઓ જ ચોરીની ઘટનાઓને અંજામ આપતા વિશ્વાસ કોના પર કરવો તે જ એક મોટો સવાલ થઈ ગયો છે. આવું જ કંઈક મોરબીમાં સામે આવ્યું છે. ચોકીદાર દંપતી સહિતનાઓએ મોરબી શહેરના કાયાજી પ્લોટના એક બંધ મકાનને નિશાન બનાવીને લાખોની ચોરી કરીને ત્યાંથી નાસી ગયા હતા. ત્યારે પરિવારે આ મામલે પોલોસે ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હિમાંશુભાઈ ચંડીભમ્મર અને તેમના પરિવારના સભ્યો એક સામાજિક પ્રસંગ હોવાથી તા. 30 એપ્રિલના રાત્રીથી તા. 1મેં દરમિયાન બહાર ગયા હતા. ત્યારે તેમનાનજ ઘરમાં પહેલા ચોકીદારી કરતા સદેબહાદુર અને તેના પરિવારના સભ્યોએ આ બંધ મકાનને નિશાનને બનાવ્યું હતું. અને હીમાંશુભાઈના ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સહિત કુલ 25.57 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ત્યારે પ્રસંગ પતાવીને ઘરે આવેલા હીમાંશુભાઈ અને તેમના પરિવાર જનોએ ઘરમાં ચોરી થયેલું હોવાનું માલુમ પડતા જ આ મામલે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
નોંધનીય છે કે, આ સમગ્ર મામલે પોલિસે અલગ અલગ ટિમો બનાવીને તપાસ હાથ ધરતા માલુમ પડ્યું હતું કે હીમાંશુભાઈના ઘરમાં પહેલા ચોકીદારી કરતા સદેબહાર વિશ્વકર્માએ અને તેના પરિવારજનોએ જ ચોરી કરી છે. ત્યારે હાલ તો પોલીસે ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડીને તેમની પાસેથી સોના ચાંદીના ઘરેણાં, રોકડ રકમ તેમજ કાંડા ઘડિયાળ એમ મળી કુલ 8,53,520 રૂપિયાનો મુદ્દામાલ રીકવર કર્યો છે. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.