સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં કડાકો
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 72,113.25 પર નજીવા વધારા સાથે ખુલ્યો હતો, પરંતુ શરૂઆતના વેપારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 9.45 વાગ્યે સેન્સેક્સ 200 પોઈન્ટના ઘટાડા સાથે 71,824 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી 0.27 ટકા અથવા 60 પોઇન્ટના ઘટાડા સાથે 21,651 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ સમયે નિફ્ટીના 50 શેરોમાંથી 18 શેર લીલા નિશાન પર અને 32 શેર લાલ નિશાન પર હતા.નિફ્ટી પેક શેર્સમાં, શરૂઆતના વેપારમાં સૌથી મોટો ઘટાડો UPLમાં 2.83 ટકા જોવા મળ્યો હતો.
આ સિવાય ટાટા કન્ઝ્યુમરમાં 2.27 ટકા, HULમાં 1.53 ટકા, બ્રિટાનિયામાં 1.16 ટકા અને અપોલો હોસ્પિટલ્સમાં 1.15 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત BPCLમાં 2.01 ટકા, ONGCમાં 1.22 ટકા, Hero MotoCorpમાં 1.17 ટકા, આઇશર મોટર્સમાં 1.16 ટકા અને ભારતી એરટેલમાં 0.79 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો સૌથી મોટો ઘટાડો નિફ્ટી પીએસયુ બેન્કમાં 1.35 ટકા અને નિફ્ટી એફએમસીજીમાં 1.24 ટકા જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી હેલ્થકેરમાં 0.47 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં 0.35 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.33 ટકા, નિફ્ટી મેટલમાં 0.35 ટકા, નિફ્ટી આઇટીમાં 0.48 ટકા અને નિફ્ટી બેન્કમાં 0.35 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી ઓટોમાં 0.48 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.39 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.04 ટકા અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.70 ટકાનો વધારો જોવા મળ્યો હતો.