AhmedabadGujarat

તું છૂટાછેડા લઈલે આપણે લગ્ન કરી લઈશું કહીને યુવકે આચર્યું દુષ્કર્મ

લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચરવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. જ્યાં લગ્ન પ્રસંગમાં આવેલ એક યુવતી અને હાજર ફોટોગ્રાફર વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે. અને પછી ફોટોગ્રાફર લગ્ન કરવાની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચરતો હોવાની ઘટના સામે આવી છે. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઇમાં વસવાટ કરતી એક યુવતી વર્ષ 2021માં અમદાવાદ શહેરમાં તેના એક સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં આવી હતી. જ્યાં ફોટોગ્રાફી કરવા માટે આવેલા ફોટોગ્રાફર યુવક સાથે આ યુવતીને ઓળખાણ થઈ હતી. બાદમાં બંન્ને જણાએ એકબીજના મોબાઇલ નંબર લઈને વાતચીત શરૂ કરી હતી. યુવતી તેની દીકરી સાથે ઓગસ્ટ 2022માં મુંબઇથી રેલ્વે મારફતે ફરીથી અમદાવાદ આવી હતી. ત્યારે ફોટોગ્રાફર યુવક તેને લેવા કાલુપુર રેલ્વે સ્ટેશન આવ્યો હતો. ત્યારે યુવકે યુવતીને કહ્યું કે મોડી રાત થઈ ગઈ છે નવરંગપુરા વિસ્તારમાં આવેલી બાલાજી હોટલમાં એક રૂમ ખાલી છે તો આપડે ત્યાં રોકાઈ જઈએ.

આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલ કરશે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

યુવતી યુવકની વાત માનીને હોટેલ પર પહોંચી હતી. જ્યાં યુવકે યુવતીને કહ્યું કે તું તારા પતિ જોડેથી છૂટાછેડા લઇલે આપણે બંને લગ્ન કરી લઈશું. અને પછી યુવકે જબરજસ્તીથી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અને અશ્લીલ ફોટો પણ લઈ લીધા હતા. ત્યારપછી તે યુવતીને આ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચરતો રહેતો હતો. યુવતી મુંબઇ જતી રહી ત્યારે યુવક યુવતીને ન્યૂડ વીડિયો મોકલવા માટે દબાણ કરતો હતો. યુવતી જ્યારે અમદાવાદ ફરી આવી ત્યારે પણ યુવકે યુવતીને કહ્યું કે તું છૂટાછેડા લઈલે આપણે લગ્ન કરીને સાથે રહીશું.

આ પણ વાંચો: Breaking News: ગેસ સિલિન્ડરના ભાવમાં 172 રૂપિયાનો ઘટાડો, જાણો Latest ભાવ

નોંધનીય છે કે, યુવકના કહ્યા અનુસાર યુવતીએ છૂટાછેડાની તૈયારી કરી અને આ વાતની જાણ યુવકને થઈ ત્યારે યુવકે યુવતી સાથે વાતચીત કરવાનું જ બંધ કરી દીધું હતું. તેથી યુવતી યુવકને મળવા માટે ફરી અમદાવાદ આવી પરંતુ યુવકે તેની સાથે મુલાકાત કરી જ નહીં. જેથી પોતાની સાથે ખોટું થયું હોવાનું જણાતા યુવતીએ આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે