GujaratSouth GujaratSurat

સુરતની આ પ્રખ્યાત કંપનીએ સોનાની હીરા જડિત ‘સૂર્યમુખી વિંટી’ બનાવી, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ

હીરા વિશે વાત કરવામાં આવે તો સુરત શહેરની જ વાત સામે આવી છે. એવામાં આજે સુરત શહેર ફરી ચર્ચાનું વિષય બન્યું છે. સુરત શહેરમાં એક સોના અને હીરા જડિત સૂર્યમુખી વિંટી બનાવાને લીધે ચર્ચામાં આવ્યું છે. સુરતની એચ. કે ડિઝાઈન્સ કંપની દ્વારા 50907 હીરાનો ઉપયોગ કરીને સોનાની સૂર્યમુખી જેવી વિંટી તૈયાર કરી છે. તેના લીધે આ રીંગ ચર્ચાનો વિષય તો બની જ છે પરંતુ તેની સાથે એક સારા સમાચાર સામે આવ્યા છે.

સૂર્યમુખી જેવી આ રીંગની કિંમત 6.44 કરોડ રૂપિયા રહેલી છે. આ રિંગને બનાવવામાં 9 મહિનાથી વધુ સમય લાગ્યો હતો. રિંગમાં 460.55 ગ્રામ ગોલ્ડ અને 130.19 કેરેટ હીરાનો ઉપયોગ કરાયો હતો. એવામાં હવે આ રિંગને ગીનિશ બુક રેકર્ડમાં સ્થાન મળી ગયું છે.

કંપનીના મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ રીંગને પર્યાવરણ બચાવોનો મેસેજ આપવા માટે બનાવવામાં આવી છે. એટલા માટે જ રિંગની ડિઝાઈન સુર્યમુખીના ફૂલ આકારની તૈયાર કરાઈ છે. આ રિંગમાં 50907 નંગ હીરા રહેલા છે. તેની સાથે દરેક હીરાની સામે એક વૃક્ષ કંપની દ્વારા લગાવવામાં આવશે.

હરીકૃષ્ણ એક્સપોર્ટના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામ ધોળકિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ રિંગ અમારી માટે એક વસિયતનામુ છે. અમારી ટીમની મહેનત અને સમર્પણના લીધે અમે આ યુનિક રિંગ બનાવવામાં સફળ રહ્યા હતા. અમારી ક્ષમતાઓને ઓળંગવા માટે અમે તૈયાર છીએ તેને ધ્યાનમાં રાખીને અમારા દ્વારા આ રિંગ ડિઝાઈન કરવામાં આવી છે.

વધુમાં તેમને જણાવ્યું કે, તેની સાથે સૂર્યમુખીના ફૂલમાંથી પ્રેરણા લઈને આ રિંગ અમારા દ્વારા બનાવવામાં આવી છે. આ રિંગ બનાવતા નવા મહિનાનો સુધી સમય લાગી ગયો હતો. 50 હજારથી વધુ નંગ હીરા લગાવાવનો ટાર્ગેટ રહેલો એટલે કેડ ડિઝાઈન તૈયાર થતાં 4 મહિનાનો સુધીનો સમય લાગી ગયો હતો. સંપૂર્ણપણ રિસાઈકલ કરેલા સોનામાંથી આ રિંગ તૈયાર કરાઈ છે. આ ગ્રાહકો દ્વારા રિટર્ન કરવામાં આવેલા 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરીને આ વિંટિની 8 ભાગમાં વહેંચણી કરવામાં આવી હતી. તેમાં સુર્યમુખીની પાંખો અને પતંગિયાની ડિઝાઈન તૈયાર કરાઈ છે. જ્યારે આ રિંગમાં કુલ 50907 નંગ હીરાનો ઉપયોગ કરાયો છે.