પાણીની સમસ્યાને દૂર કરવા સરપંચે ગામમાં લગાવ્યું પાણીનું ATM મશીન સાથે જ કર્યા એન્ક વિકાસના કાર્યો
ગીરગઢડા તાલુકામાં ગીર જંગલ બોર્ડર પાસે આવેલ ખૂબ નાનું એવું બેડીયા નામના ગામમાં આશરે 2500ની છે. ગીર પાસેના આ બેડીયા ગામમાં અવારનવાર સિંહોની લટાર જોવા મળતી હોય છે. આ ગામમાં સ્વચ્છતા અને સુખાકારી ખૂબ છે પરંતુ અહીં પીવાના પાણીની સમસ્યા ખૂબ છે. તેથી ગામના લોકોને ફિલ્ટર વાળું ઠંડુ પાણી મળી રહે તે માટે સરપંચ સુરેશ હડિયાએ સરકારની ગ્રાન્ટમાંથી બે મહિના લોકોને પીવા માટેના પાણીનું ATM મશીન મુકાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ ગામમાં નાખવામાં આવેલ ATM મશીનમાં 5 રૂપિયાનો સિક્કો નાખવાથી લોકોને 10 લીટર જેટલું શુદ્ધ ઠંડુ પાણી મળી રહે છે. ગ્રામજનોએ પોતાના ગામને હરિયાળુ બનાવવા માટેનો સંકલ્પ કરેલો છે. અને તે માટે ગામમાં 350થી પણ વધુ વૃક્ષો વાવેલા છે. અને આ વૃક્ષોને પાણી પાવવા માટે ટપક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો અંદાજિત ખર્ચ 20 હજાર રૂપિયા છે. તેમજ આ પીવાના પાણીના ATM મશીનમાં ફિલ્ટરવાળું પાણી ભરાય ત્યારે અંદાજે 30 ટકા જેટલું પાણી વેસ્ટ જતું હોવાથી આ જ પાણીનો ઉપયોગ કરીને ટપક પદ્ધતિ દ્વારા ગ્રામજનો વૃક્ષોનો ઉછેર કરે છે. આ ઉપરાંત ગામમાં હાલ 12 જેટલા CCTV કેમિયા કાર્યરત છે અને હજુ બીજા 26 જેટલા CCTV કેમેરા લગાડવા માટેનું આયોજન કરાયું છે. તેમજ ગામની પંચાયત ઓફિસને પણ ટૂંક સમયમાં સોલાર યુક્ત કરવાનું આયોજન છે.
સરપંચના જણાવ્યા અનુસાર, ગામના પાણીની ખૂબ મોટી સમસ્યા રહેલી છે. હાલ ગામમાં રાવલ જુથ યોજના અંતર્ગત 5 દિવસે એકવાર પાણી આવે છે. પાણીના તળ ખૂબ ઊંડા છે માટે આગામી સમયમાં ગામમાં તળાવો બનાવવાનો નિર્ણય અમે સૌએ કર્યો છે. જેથી વરસાદી પાણીનો સંગ્રહ થાય અને અમારા ગામમાં પાણીના તળ ઉંચા આવે તો ગામની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે.