GujaratMehsanaNorth Gujarat

મહેસાણા હાઇવે પર બેફામ બનેલ ટ્રેલરે રાહદારી પિતા-પુત્રીને અડફેટે લીધા, પિતાનું મોત, દીકરી ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત મહેસાણા બેચરાજી હાઇવેથી સામે આવ્યો છે.

મહેસાણા બેચરાજી હાઇવે પર મીઠા ચોકડી નજીક એક ટ્રેલર દ્વારા રાહદારી પિતા પુત્રીને ટકકર મારવામાં આવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમા પિતાનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પુત્રીને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણકારી મળતા સાંથલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહેસાણા બેચરાજી હાઇવે પર ટ્રેલર ચાલક દ્વારા મીઠા ચોકડી નજીક કાબુ ગુમાવતા રાહદારી પિતા પુત્રી ને અડફેટે લેવામાં આવ્યા હતા. અકસ્માતમા ગંભીર ઇજાઓ થતા મૂળ ભાભરના અને હાલ મીઠા ગામમાં હેનાર શંકરસિંહ કીર્તિસિંહ ઠાકોર નું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાંચ વર્ષની પુત્રીને ઇજાઓ થતા તેને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી.

તેની સાથે અકસ્માત સર્જાતા ટ્રેલર રોડની સાઈડમાં ઉતરી જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે અકસ્માત સર્જી ટ્રેલર ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. આ સમગ્ર કેસમાં સાંથલ પોલીસમાં આબીબ હબીબ અંસારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.