Ajab GajabIndia

ઝાડ કાપવાની આ કેવી સજા! માર મારીને ગ્રામજનોએ મળીને જીવતો સળગાવી દીધો

ઝારખંડના સિમડેગા જિલ્લાના છપરીડીપા ગામમાં 34 વર્ષીય એક વ્યક્તિને ગ્રામજનોએ ઢોર માર મારીને મારી દીધો. બાદમાં તેના શરીરને આગ લગાવી દીધી હતી. તેમના પર આરોપ છે કે તેમને તેમના પર તે સ્થળે વૃક્ષો કાપી દીધા હતા, તેને તે તેમના આદિવાસી રીતરિવાજો અનુસાર પવિત્ર માનતા હતા.

પોલીસે જણાવ્યું હતું કે ઝારખંડના સિમડેગા જિલ્લાના છપરીદિપા ગામના સંજુ પ્રધાનને વૃક્ષો પડવાના મુદ્દા પર ચર્ચા કરવા અને ઉકેલ લાવવા માટે એક બેઠકમાં બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તે આ બેઠકમાં શામેલ થયો ન હતો. તેના પર ગુસ્સે ભરાયેલા ગ્રામજનોનું એક મોટા ગ્રુપે બપોરે તેને ઘરની બહાર ખેંચી લીધા, અને નજીકના બેસરાજારા ગામમાં લઈ ગયા, જ્યાં બેઠક બોલાવવામાં આવી હતી. ત્યાં બજાર પાસે તેને ખરાબ રીતે માર માર્યો હતો.

કોલેબિરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કહ્યું કે મૃતક પ્રધાન વિરુદ્ધ ત્રણ FIR નોંધવામાં આવી હતી, કારણ કે તે પ્રતિબંધિત ભાકપા (માઓવાદી) ગ્રુપના ભૂતપૂર્વ સભ્ય હતા. તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં જ તેમને જામીન મળ્યા હતા. ગામલોકોએ પોલીસને ઘટનાસ્થળે પહોંચવાની પરવાનગી મેળવ્યા બાદ સાંજે તેનો સળગેલો મૃતદેહ લેવામાં આવ્યો હતો.

કોલેબિરા પોલીસ સ્ટેશનના પ્રભારી રામેશ્વર ભગતે કહ્યું કે, ગ્રામજનોએ પહેલા પ્રધાનના વિસ્તારમાં વૃક્ષો કાપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. “તેઓ નહતા ઇચ્છતા કે વૃક્ષો કાપવાનું ચાલુ રહે તેથી ગયા વર્ષે જુલાઈમાં જિલ્લાના વન વિભાગ સાથે બેઠક કરવામાં આવી હતી. તેમને જણાવ્યું કે, એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું અને નિર્ણય લેવામાં આવ્યો કે પ્રધાન ઝાડ કાપશે નહીં. કારણ કે તે તેમના માટે એક મહત્વપૂર્ણ સ્થાન છે.

જો કે પ્રધાને હાલમાં જ ત્યાં ફરીથી વૃક્ષો કાપી નાખ્યા હતા, જેના કારણે ગ્રામજનો ગુસ્સે થઇ ગયા. ભગતે કહ્યું “ફરી એક બેઠક બોલાવવામાં આવી, પરંતુ પ્રધાન ન આવ્યા. તેમના પર ગામવાસીઓનું ગુસ્સે ભરેલું ટોળું તેને બેસરાજારા વિસ્તારમાં લઈને આવી અને તેને ઢોર માર મારીને મારી દીધો. તેઓએ તેના શરીરને પણ આગ લગાવી દીધી હતી. માહિતી મળતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા. અમે ગ્રામજનો સાથે વાત કર્યા પછી જ ત્યાં પહોંચી શક્યા હતા. આ અંગે ગ્રામજનોએ અનેકવાર વન વિભાગને ફરિયાદ કરી હતી. પરંતુ વન વિભાગ ઉદાસીન રહ્યું.

આ ઘટનાને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવતા, સિમડેગાના ઉપાયુકત સુશાંત ગૌરવે કહ્યું, “અમે આ ઘટનાઓ વિશે ચોક્કસ કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેના કારણે આ હત્યા કરવામાં આવી છે. એ વાત સાચી છે કે ગામલોકો આ વિસ્તારને પવિત્ર માનતા હતા જ્યાંથી તે ઝાડ કાપતો હતો. વહીવટીતંત્ર અને પોલીસ ગુનેગારોને ન્યાય અપાવવામાં લાગી ગઈ છે.

જણાવી દઈએ કે હાલમાં જ ઝારખંડ વિધાનસભાના શિયાળુ સત્રમાં સરકારે Prevention of Mob Lynching Act 2021 પસાર કર્યો છે. મણિપુર, રાજસ્થાન અને બંગાળ બાદ ઝારખંડ આવું કરનાર ચોથું રાજ્ય બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રાજ્યમાં મોબ લિંચિંગની ઘણી ઘટનાઓ બની ચૂકી છે. 2019માં તબરેઝ અંસારીની લિંચિંગ બાદથી રાજ્યમાં તેની વિરુદ્ધ કાયદો બનાવવાની માંગ સતત વધી રહી હતી.