India
બસ સાથે ટ્રકની ટક્કર, ભયાનક અકસ્માતમાં 14 લોકોના મોત, 27 ઘાયલ
આસામ: ગોલાઘાટ જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક બસ અને ટ્રકની ટક્કર થઈ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને 27 લોકો ઘાયલ થયા છે. ગોલાઘાટના એસપી રાજેન સિંહે જણાવ્યું કે ગોલાઘાટના ડેરગાંવ પાસે બલિજાન વિસ્તારમાં સવારે લગભગ 5 વાગે આ દુર્ઘટના બની હતી. બસ અને ટ્રક વચ્ચે એવી ટક્કર થઈ હતી કે બંને વાહનોના ટુકડા થઈ ગયા હતા.