
કાકા ભત્રીજીના સબંધ એ પિતા પુત્રી સમાન જ હોય છે. પરંતુ કેટલાક નરાધમો જે પોતાની હવસને કાબુમાં ના રાખી શકતા હોય તે આવા પવિત્ર સંબંધને પણ લાંછન લગાડતા હોય છે. આવું જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે. જ્યાં 6 વર્ષની માસુમ ફૂલ જેવી બાળકી પર તેના જ સગા કાકાએ નજર બગાડીને દુષ્કર્મ આચર્યું છે. જેને લઈને હાલ તો કાકા ઉપર પોક્સો તેમજ બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ ધરપકડ મરી લેવાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં ગત રોજ મોડી રાત્રી દરમિયાન એક છ વર્ષની નાની માસુમ બાળકી અચાનક જ ધ્રુસકે ધ્રુસકે રડતા તેની માતા પાસે પહોંચી હતી. માતાએ તેને પૂછ્યું કે કેમ રડી રહી છે તો બાળકીએ શરીરમાં દુ:ખાવો થાય છે તેમ જણાવ્યું હતું. માતાએ વધુ પૂછપરછ કરતા બાળકીએ કહ્યું કે કાકાએ મારી સાથે ખરાબ કામ કર્યું છે. ત્યારે બાળકીના માતા પિતાએ આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેને લઈને પોલીસે હાલ તો આરોપી કાકા વિરુદ્ધ પોક્સો તેમજ બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
નોંધનીય છે કે, બળાત્કારની ફરિયાદ લઈને સોલા પોલીસ સ્ટેશન પહોંચેલા માતા પિતા પાસેથી સમગ્ર બાબતની હકીકત જાણ્યા પછી પોલીસે આ કેસમાં નરાધમ કાકાની ઘર નજીકથી જ ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી કાકાએ પોતાનો ગુનો કબૂલાત કહ્યું કે મોબાઈલમાં પોર્ન વીડિયો જોયા પછી ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી પોલીસે હાલ તો આ સમગ્ર મામલે કાકાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.