GujaratInternationalUSA

અમેરિકા-કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલ પટેલ પરિવારના મૃતદેહને લઈને મોટા સમાચાર

થોડા દિવસ પહેલા ગુજરાતના એક પરિવારના 4 લોકોના મૃતદેહો અમેરિકા-કેનેડા બોર્ડર પરથી મળ્યા હતા. આ મૃતદેહ મળ્યા તે સમયે તેમની ઓળખને લઈને શંકા હતી. જો કે, આજ રોજ ભારતીય હાઈ કમિશને પુષ્ટિ કરતા કહ્યું છે કે, અમેરિકા-કેનેડા બોર્ડર પરથી મળેલ મૃતદેહ કલોલના ડિંગુચાના જગદીશ પટેલ તેમની પત્ની તેમજ 2 બાળકોના જ છે. ત્યારે આ પરિવારની અંતિમવિધિ કેનેડામાં જ કરવા કે પછી મૃતદેહને ભારતમાં લાવીને અહીંયા અંતિમસંસ્કાર કરવા તે અંગે ચાલી રહેલ ચર્ચાનો અંત આવ્યો છે. અને તેમના પરિવારે નિર્ણય કર્યો છે કે, ચારેય લોકોની અંતિમવિધિ કેનેડામાજ કરવામાં આવશે.

પરિવારના સભ્ય મહેન્દ્રભાઈ પટેલના જણાવ્યા અનુસાર, અમેરિકા-કેનેડા બોર્ડર પરથી મળેલ મૃતદેહો અમારા જ પરિવારના હોવાની પુષ્ટિ થયા બાદ અમે અનેક લોકો સાથે અંતિમસંસ્કારને લઈને ચર્ચા કરી હતી. અને અમે અમે નક્કી કર્યું છે કે અમે જગદીશભાઈ અને તેમની પત્ની તેમજ તેમના 2 બાળકોના મૃતદેહને ભાર લાવીશું નહિ. અને જગદીશભાઈ અને તેમના પરિવારના મૃતદેહની અંતિમવિધિ કેનૅડામાંજ કરીશું .

ડિંગુચા ગામની જ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, જગદીશભાઈ પટેલ અને તેમના પરિવારનો મૃતદેહ સંપૂર્ણ રીતે થીજી ગયો છે, જેને કારણે તેમના શરીરમાં કંઈ જ રહ્યું ન હતું. આ સિવાય એક મૃતદેહને ત્યાંથી ભારત પરત લાવવા માટે આશરે 40 લાખ રૂપિયા થાય છે, આમ 4 મૃતદેહને ભારત લાવવા માટે 1 કરોડથી પણ વધુનો ખર્ચ થઇ શકે છે. અને પરિવારની આ ખર્ચો કરી શકે તેવી પરિસ્થિતિ નથી. માટે પરિવારે નક્કી કર્યું છે કે મૃતદેહનું અંતિમ સંસ્કાર ત્યાં જ કરવામાં આવે.

તમને જણાવી દઈએ કે, કલોલના ડિંગુચા ગામના જગદીશભાઈ પટેલ, તેમની પત્ની વૈશાલી, અને તેમના બે બાળકોમાં પુત્રી ગોપી અને પુત્ર ધાર્મિક ગેરકાયદેસર રીતે અમેરિકા જઇ રહ્યા હતા. કેનેડાથી અમેરિકા જતી વખતે આ પરિવાર રસ્તામાં તેમના ગ્રૂપથી છૂટા પડી ગયા હતા. અને રસ્તો ભૂલી જતા તેમના પરિવારનું માઇનસ 35 ડીગ્રી તાપમાનમાં થીજી જવાને કારણે મોત થયું હતું.