જો તમે પણ ઉતરાયણમાં રસ્તા પર ટુ વહીલર લઈને જાવ છો તો થઇ જાવ સાવધાન, આવી ભયાનક ઘટના
ઉતરાયણ ના તહેવાર ના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગના રસિકો અત્યારથી પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે રસ્તાઓ પર દોરીઓ ફેલાઈ જાય છે જે અચાનક વાહન ચાલકોના ગળે આવી જતા તેમને ઘણી ઈજાઓ થાય છે ઘણા બનાવમાં જો વાહનની ગતિ વધારે હોય તો લોકો મોતન ઘાટે ઉતરી જાય છે. ત્યારે આજે આવો જ એક બનાવ સામે આવ્યો છે. આ બનાવ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં બની છે.
ભરૂચના ઝાડેશ્વર ખાતે રહેતી એક મહિલા તેની પુત્રી સાથે એક્ટિવા લઈને બ્રિજ પરથી પસાર થઇ રહી હતી. ત્યારે આ બ્રિજ પર અચાનક પતંગનો દોરો આવી જતા તેનું ગળું કપાઈ ગયું હતું જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. જો કે આ અકસ્માતમાં તેની નાની 9 વર્ષની પુત્રીનો આબાદ બચાવ થઇ ગયો હતો.આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જો કે ઉત્તરાયણના તહેવારની હજી એક સપ્તાહ જેટલી વાર છે. ત્યારે તે પહેલા જ પંતગના દોરાએ એક મહિલાનો જીવ લઇ લીધો છે. આ મહિલા તેની સાસરીએ કામ અર્થે જવા નિકળી હતી. ત્યારે આ દરમિયાન તેના ગળામાં પતંગનો દોરો આવી જતા તેનું એક્ટિવા સ્લીપ થઇ ગયું હતું. ત્યારે આ દરમિયાન ત્યાંના આસપાસના લોકો તેની મદદ માટે દોડી આવ્યા હતા. અને તેને જોતા તેના ગળાના ભાગમાં પતંગની દોરી ફસાઈ ગયેલી હતી.
આ ઉપરાંત એક્ટિવા સ્લીપ ખાઈ હતા તેની 9 વર્ષની પુત્રીને પણ ઇજા થઇ હતી અને માતાના ગળા માંથી લોહી નીકળતા જોઈને પુત્રીએ રોપોકાડ કરી દીધી હતી. જો કે આ સ્થાનિક લોકો તાત્કાલિક 108 બોલાવીને તેને હોસ્પિટલ પહોંચાડી હતી. જો કે આ મહિલા હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનો જીવ જતો રહ્યો હતો. અને આ ઘટનાજી જાણ તેના પરિવારને કરતા તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.