News

નેહાની કિસથી લઈને રાનુ મંડલના મેકઅપની આ તસવીરોએ બધાને દંગ કરી દીધા

વર્ષ 2019 બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માટે ઉત્તર ચડાવથી ભરેલું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા ફોટા વાયરલ થયા.કેટલાક ફોટો લોકોને ગમ્યા તો કેટલાકે લોકોને ચોંકાવી દીધા હતા.ચાલો જોઈએ 2019માં વાઇરલ થયેલા બોલીવુડના ફોટો..

ચાલો રાનુ મંડલથી શરૂઆત કરીએ. રેલવે પ્લેટફોર્મ પર ગીત ગાઈને રાનુ મંડલ ખુબ જ પ્રખ્યાત થયા. તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં રાનુએ રેમ્પ વોક પણ કર્યો હતો. પરંતુ રાનુ મંડલ લોકોના નિશાને આવી ગયા હતા. ટ્રોલિંગનું કારણ રાનુ મંડલના મેકઅપ હતો.

અભિનેતા રામ કપૂરે જોરદાર વજન ઓછું કર્યું છે. તેના જબરદસ્ત પરિવર્તનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તેના ફોટા પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. પ્રથમ નજરમાં, રામ કપૂરને ઓળખવું પણ મુશ્કેલ હતું. રામ કપૂરે વજન ઘટાડવાની સાથે તેના લુક પર પણ કામ કર્યું હતું.

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન મિત્રો સાથે પાર્ટી કરતી હોવાનું એક ચિત્ર સામે આવ્યું છે. આ તસવીરોમાં તે લાલ અને બ્લેક કલરના ડ્રેસમાં સુહાના શાનદાર શૈલીમાં જોવા મળી હતી. ફોટોઝમાં સુહાના ફુલ ઓન મસ્તી માટેના મૂડમાં જોવા મળી હતી.

રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ, કરણ જોહર અને વરૂણ ધવન જેવા બોલિવૂડ સ્ટાર્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યા હતા. આ બેઠકના થોડા અઠવાડિયા પહેલા વડા પ્રધાને બોલિવૂડ નિર્માતાઓને મળી અને તેમની સાથે ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચા કરી. બોલિવૂડ સ્ટાર્સે પીએમ મોદી સાથે સેલ્ફી ક્લિક કરી હતી. સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથે સ્ટાર્સની સેલ્ફી ખૂબ વાયરલ થઈ હતી.

બંગાળી અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાં તેના ડ્રેસ ને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. નુસરત જહાંના શપથ ગ્રહણ દરમિયાન માંગમાં સિંદૂર અને લાલ બંગડી પહેરેલ નુસરતના ફોટા વાયરલ થયા હતા.

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તેના મેટ ગાલા 2019 લુકથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પ્રિયંકાએ સિલ્વર-પેસ્ટલ ગાઉન પહેર્યું હતું. તેનો મેકઅપ ખૂબ અલગ હતો. હેરસ્ટાઇલ ખૂબ અવ્યવસ્થિત હતી. આ અસામાન્ય લુક માટે પ્રિયંકાને પણ ટ્રોલ કરવામાં આવી હતી.

અભિનેત્રી દીપિકા પાદુકોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019 માં પોતાનો સુંદર લુક બતાવ્યો હતો. દીપિકાએ ઘણા ફોટોશૂટ કર્યાં હતા. પરંતુ દીપિકાનો આ લૂક એકદમ વાયરલ થયો હતો અને આ લુકને લઈને તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.

અભિનેત્રી અનુષ્કા શર્માએ આ બિકીની તસવીર શેર કરી છે. અનુષ્કા શર્માની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ બિકિની ફોટો લેવા અનુષ્કા શર્માની મજાક ઉડાવવામાં આવી હતી. અનુષ્કાની બિકિની તસવીર પર બનેલા ઘણા મેમ્સ વાયરલ થયા હતા.

સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલને ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ શોમાં એવું કંઈક બન્યું જેણે દરેકને આશ્ચર્યચકિત કરી દીધું હતું. ખરેખર, શોમાં એક સ્પર્ધકે જજ નેહા કક્કરને કિસ કરી. તે પછી તેનો ફોટો ખુબ જ વાઇરલ થયો હતો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે