India

વિરાટ-અનુષ્કાની લાડકી દીકરી ‘વામિકા’ ની પ્રથમ ઝલક થઈ વાયરલ, વિડીયો થયો વાયરલ

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને અભિનેત્રી અનુષ્કા શર્માની પુત્રી વામિકા વિશે તો આપણે જાણીએ જ છીએ. પરંતુ અત્યાર સુધી તેની તસ્વીરો હજુ સુધી આપણે જોઈ નથી. એવામાં હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લાડલી દીકરીની પ્રથમ તસ્વીર વાયરલ થઈ ગઈ છે. તેના લીધે તે ચર્ચામાં આવી ગઈ છે.

કેપ્ટન અને અભિનેત્રી અનુષ્કા શર્માની પુત્રી વામીકાની તસ્વીરની વાત કરીએ તો આ પ્રથમ તસ્વીર માતા સાથે આવી છે. આ તસ્વીર રવિવારના રમાયેલ સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની કેપટાઉન ટેસ્ટથી સામે આવી છે. આ દરમિયાન અનુષ્કા શર્મા સ્ટેડીયમમાં આવી હતી. તે દરમિયાન તેમના ખોળામાં વામિકા જોવા મળી હતી. કેપટાઉન પર જ્યારે મેદાન પર મેચ રમાઈ રહી હતી તે દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સના કેમેરામાં વામિકાની તસ્વીર ક્લિક થઈ ગઈ હતી.

આ તસ્વીર સામે આવતા જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ છે. આ વિડીયોમાં અનુષ્કા શર્માના ખોળામાં વામિકા જોવા મળી રહી હતી. જ્યારે આ તસ્વીરની વાત કરીએ તો આ વામિકાની અત્યાર સુધી પ્રથમ ઝલક પણ છે. જેના લીધે લોકો દ્વારા તેને સતત વાયરલ કરવામાં આવી રહી છે.

જ્યારે એક વર્ષ સુધી વિરાટ અને તેમની પત્ની અનુષ્કાએ પુત્રી વામિકાની તસ્વીર મીડિયાના કેમેરાથી બચાવવામાં સફળ રહ્યા હતા. પરંતુ અંતે તેમની દીકરી હેવે કેમરામાં કેદ થઈ ગઈ છે અને હવે તસ્વીર આગની જેમ વાયરલ થઈ રહી છે.વિરાટ કોહલીની પુત્રી વામિકાની વાત કરીએ તે તાજેતરમાં એક વર્ષ થઈ હતી અને તેના જન્મદિવસની ઉજવણી ૧૧ જાન્યુઆરીના રોજ સાઉથ આફ્રિકામાં કરવામાં આવી હતી.