healthIndiaNews

ખાતા ખાતા જ ઘટી જશે વજન, ફેટથી થઈ જશો ફિટ, જાણો આ ખાસ ડાયટ વિષે

આપણી ભાગ-દોડ ભરેલા જીવનમાં આપણે આપણાં સ્વાસ્થ્યનું સહેજ પણ ધ્યાન રાખતા નથી. તેનું પરિણામ એ થાય છે કે આપણાં શરીરનું વજન વધી જતું હોય છે. ક્યારે આપણાં પેટ પર ચરબીના થર જામી જાય એ આપણને ખબર પણ નથી પડતી. વજન વધવું એ સીધી અસર કરે કે આપણાં આત્મવિશ્વાસ પર. તે ફક્ત આત્મવિશ્વાસ જ ઘટાડે છે એવું નથી પણ તેના લીધે શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી લેતી હોય છે.

જો કે આપણે વજન ઘટાડવા માટે ઘણી બધી રીતો અજમાવીએ છીએ પરંતુ વજન ઓછું નથી કરી શકતા. આજે અમે તમને એવા ડાયટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારું વજન તો ઘટાડશો જ પરંતુ તમારા શરીરની અન્ય બીમારીઓ પણ દૂર કરી શકો છો. ચાલો જાણીએ શું છે તે આહાર.

જો તમે મેદસ્વી છો, તો સમજી લો કે તમને ઘણી બીમારીઓનું જોખમ છે. તમને હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, લીવર સંબંધિત રોગો અને ઘૂંટણ સંબંધિત રોગો હોઈ શકે છે. ચરબીયુક્ત શરીરને રોગોનું મૂળ માનવામાં આવે છે. આ કારણોસર, ડોકટરો હંમેશા તમારા વજનને નિયંત્રિત કરવાની ભલામણ કરે છે. આજકાલ, આપણી જીવનશૈલીને કારણે, વજનને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ કાર્ય બની ગયું છે. જો કે, એક એવો આહાર છે જેની મદદથી તમે આરામથી વજન ઘટાડી શકો છો.

દેશ અને દુનિયામાં ઓળખીતા એવા ડૉક્ટર વિશ્વરૂપ રૉય ચોધરીએ આ ડાયટ જાહેર કરી છે. તેમણે આ ડાયટને DIP ડાયટ નામ આપ્યું છે. આ ડાયટમાં વજન ઘટાડવા માટે તમારે ભૂખ્યા રહેવાની જરૂરત નથી પણ તમારે તમારા ભોજનમાં ફળ અને કાચા શાક અને સલાડને શામેલ કરવાના છે.

તેમના મતે, તમારે બપોરે 12 વાગ્યા સુધી ફક્ત 3 થી 4 પ્રકારના ફળ ખાવાના છે. આ ફળો તમારે તમારા વજન પ્રમાણે ખાવા જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારું વજન 80 કિલો છે, તો તમારે 800 ગ્રામ ફળ ખાવા પડશે. જો તમારું વજન 70 કિલો છે તો તમારે 700 ગ્રામ ફળો ખાવા જોઈએ. એટલે કે, તમારે તમારા વજનથી 10નો ગુણાકાર કરવો પડશે અને તેટલા ગ્રામ ફળ ખાવા પડશે.

ડોક્ટર ચૌધરી દાવો કરે છે કે જો તમે બપોરે 12 વાગ્યા સુધીમાં ફળો ખાશો, તો તમારું વજન ઓછું થવાનું શરૂ થઈ જશે કારણ કે તમારા શરીરને ફાઈબર મળશે જે તમારી ભૂખને શાંત કરશે અને મેટાબોલિઝમ રેટમાં વધારો કરશે જે તમને સ્લિમ બનાવશે. જો કે તેમના અનુસાર તમારે પ્લેટ એક અને બે પણ બનાવવી પડશે. બપોરના ભોજન પહેલાં ત્રણ-ચાર પ્રકારના શાકભાજી જેમ કે ગાજર, કાકડી, મૂળો, ટામેટા, ડુંગળી, સલગમ કે બીટ વગેરે પ્લેટ વનમાં ખાવાના રહેશે.

આ બધુ તમારા વજન પ્રમાણે થશે. જો તમારું વજન 80 કિલો છે તો તમારે 400 ગ્રામ સલાડ ખાવાનું રહેશે. એટલે જો તમે વજનથી 5નો ગણું કરશો તો તમારે એટલું સલાડ ખાવાનું રહેશે. આ પછી તમે પ્લેટ ટુ માં તમે સામાન્ય ભોજન કરી શકો છો. ડિનરમાં પણ તમે આ ક્રમ જાળવી રાખવાનો છે. એમનો દાવો છે કે આમ કરવાથી 2 કે 3 મહિનામાં જ તમે ફેટથી ફિટ થઈ જશો અને તમારું વજન સામાન્ય થઈ જશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે